પોરબંદર

બધા દુખ દુર કરી આપવા,નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને કેટલાક બની બેઠેલા જ્યોતિષો દ્વારા લોકોને લૂંટવાના અનેક બનાવો બન્યા છે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર ના રાણાવાવ ગામે માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.
વિજ્ઞાન જાથા દ્વારા રાણાવાવ ના દાસારામ એપાર્ટમેન્ટ માં રહેતા દિલીપ જોશી નામના રાજસ્થાની જ્યોતિષને છટકું ગોઠવી ઝડપી લેવામાં આવ્યો છે . આ શખ્શ ત્રણ માસ થી રાણાવાવ ના દાસારામ એપાર્ટમેન્ટ માં ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો. તથા સ્થાનિક લોકો સાથે વિધિ-વિધાનના નામે છેતરપિંડી કરતો હતો. આ જ્યોતિષ વિધીના નામે લોકો પાસેથી રૂપિયા 500થી લઈને 31 હજાર સુધી વસૂલતો હતો. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આ પરપ્રાંતીય જ્યોતિષની પોલ ખુલ્લી પડાઈ હતી અને તે કેવી રીતે લોકોને છેતરતો હતો તે બહાર લાવવામાં આવ્યું હતું. શત્રુનાશ, વિદેશભ્રમણ, ઘર કંકાસ દૂર કરવાના નામે આ જ્યોતિષ લોકો પાસેથી હજારો રૂપિયા પડાવી લેતો હતો. આ શખ્શ સરકાર માન્ય જ્યોતિષ હોવાની પત્રિકા છપાવી અને લોકો ને ગેરમાર્ગે દોરતો હતો આથી આ અંગે આદીતપરા ગામે રહેતા સામતભાઈ કદાવલા ને જાણ થતા તેઓએ તપાસ કરતા આ રાજસ્થાની શખ્શ લોકો ને મંત્ર તંત્ર અને જ્યોતિષ વિદ્યા ના નામે ઠગતો હોવાનું સામે આવ્યું હતું આથી તેઓએ જનવિજ્ઞાન જાથા ના ચેરમેન જયંત પંડ્યા ને આ અંગે જાણ કરી હતી અને તેમણે આ અંગે આજે છટકું ગોઠવ્યું હતું જેમાં આ રાજસ્થાની શખ્શ આબાદ ઝડપાઈ ગયો હતો ઝડપાયેલ શખ્શે હવે ક્યારેય ક્યાય પણ જ્યોતિષવિદ્યા ના નામે કોઈ સાથે છેતરપિંડી નહી કરે તેવી ખાતરી પણ આપી હતી સમગ્ર દરોડા માં પોરબંદર સોબર ગ્રુપ ના ચેરમેન દિલીપભાઈ ધામેચા પણ સાથે રહ્યા હતા. આ ઢોંગી જ્યોતિષને પકડીને રાણાવાવ પોલીસને હવાલે કરાયો હતો.આ શખ્શ પોતે એવો બચાવ કરતો હતો કે પોતાના પર આઠેક લાખ નું દેણું હોવાથી તે ચુકવવા પોતે આ ધતિંગ આદર્યું હતું .ત્રણ માસ દરમ્યાન આ શખ્શે કેટલીક મહિલાઓ સાથે બીભત્સ હરકતો કરી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે
જુઓ પર્દાફાશ અને સમગ્ર ઘટનાક્રમ નો અંગે નો આ વિડીયો