નાગેશ પરમાર,કુતિયાણા
કુતિયાણા પંથકની જીવાદોરી સમાન ભાદર નદી 33 વરસ બાદ આ વખતે ખાલીખમ નજરે ચડતી હતી જેને લીધે સમગ્ર કુતિયાણા પંથકમાં લોકોમાં ચિંતાની લાગણી જોવા મળતી હતી આથી મેઘરાજાને રીઝવવા માટે અને ભાદર નદી ફરી થી છલકાતી થાય તે માટે પસવારી ગામની બહેનોએ એક માસ પહેલા ભગવાન શિવનો મહા અભિષેક કર્યો હતો. ત્યારે ગઈ કાલે કુતિયાણા પંથક માં ભારે વરસાદ ના કારણે ભાદર નદી ફરીથી બે કાંઠે વહેતી થતા પસવારી ગામની મહિલાઓ એ નવા નીર ના વધામણા કર્યા હતા
કુતિયાણા પંથક ની જીવાદોરી સમાન અને દર વરસે બે કાંઠે વહેતી ભાદર નદી હાલ માં ખાલીખમ નજરે ચડતી હતી આ નદી ૧૯૮૬ ના દુષ્કાળ માં ખાલી ખમ થઇ હતી ત્યાર બાદ ૩૩ વરસ બાદ ફરી થી નદી સંપૂર્ણ ખાલી થતા સમગ્ર પંથક ના લોકો માં ચિંતા જોવા મળતી હતી આથી એક માસ પહેલા કુતિયાણા ના પસવારી ગામની મહિલાઓ દ્વારા ભગવાન શિવજીને મહા અભિષેક કરાયો હતો.અને ૧૦૮મહિલાઓ એ પાણી ના બેડાઓ હાથમાં લઇ વાજતે ગાજતે ગામની પ્રદક્ષિણા કરી હતી અને.એવી પ્રાર્થના કરી હતી કે પંથક ની જીવાદોરી સમાન ભાદર નદી ફરી થી બે કાંઠે વહેતી થાય તેટલો વરસાદ વરસે .ત્યારે ગઈ કાલ થી ભારે વરસાદ ના કારણે ભાદર નદી ફરીથી બે કાંઠે વહેતી થઇ છે જેને લઇ ને સમગ્ર પંથક માં ખુશી નું મોજું ફરી વળ્યું છે અને પસવારી ગામની મહિલાઓ એ ભાદર ના નવા નીર ના વધામણા કરવા ફરીથી માથે બેડા લઇ ગામને પ્રદક્ષિણા કરી નાગેશ્વર મહાદેવ ને અભિષેક કરી અને ભાદર નદી ખાતે પહોંચી હતી અને અહી ચુંદડી અને શ્રીફળ નદી માં પધરાવી અને અબીલગુલાલ અને દૂધ વડે નવા નીર ની પૂજા કરી હતી ભાદર બે કાંઠે વહેતા ભાદરકાંઠાના ગામો રોઘડા, ચૌટા, માંડવા, થેપડા, ટેરી, ગોકરણ, પસવારી તેમજ ઘેડ વિસ્તારનાં ગામોનાં ખેડૂતોમાં અનેરી ખુશી છે. ભાદરકાંઠાના ગામોમાં તો કુવાના તળ સાજા થતા ખરીફ પાક સાથે શીયાળુ પાક લેવાની પણ નિરાંત થઇ છે. આથી જ માંડવાના દેવસીભાઇએ કહ્યુ કે, જ્યાં સુધી ભાદર બે કાંઠે ના વહે ત્યાં સુધી અમને વરસાદ પડયાનો સંતોષ થતો નથી. આજે ભાદર બે કાંઠે વહિ રહી છે. બે કાંઠે વહેતી ભાદરને માણવાનો પણ અનેરો લ્હાવો છે જુઓ આ વિડીયો માં ..