પોરબંદર

વર્તમાન સમયમાં આર્થિક સંકડામણના કારણે તથા સામાજિક જરૂરીયાતને પહોંચી વળવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અમુક લોકો પાસેથી વ્યાજે રકમ રૂપિયા લેતા હોય છે. વ્યાજે રૂપિયા આપતા અમુક લોકો જરૂરિયાતમંદ પાસેથી લોહી ચૂસી વ્યાજની ઉઘરાણી કરી બળજબરીથી મિલકત પણ પડાવી લેવા સુધીના કૃત્યો કરતા હોય છે અને કેટલાક દેવાદાર વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતાં હોય છે. જેને કારણે તેમના ઘર-પરિવારના સભ્યોને માથે મોટી મુશ્કેલી આવી પડતી હોય છે.પોરબંદર માં પણ છેલા થોડા સમય માં આ પ્રકાર ના બનાવો માં વધારો થયો છે તેથી આ બનાવને ધ્યાનમાં લઇને પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા શહેરના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે આજે સવારે 10 કલાકે લોક દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 11 જેટલા અરજદારોએ પોતાની આપવીતી જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ સિંહ ગોહિલને સંભળાવી હતી. જેમાં કેટલાક લોકો પાસે થી વ્યાજખોરો એ કોરા ચેક માં સહી લીધી હોવાનું અને કેટલાક ની તો બળજબરી પૂર્વક મિલકતો લખાવી લીધી હોવાનું પણ સામે આવ્યું હતું પોરબંદર માં અનેક લોકો પાસે નાણા ધીરધાર નું લાયસન્સ ન હોવા છતાં વ્યાજે પૈસા ફેરવે છે તેવી ફરિયાદો પણ અહી કરવામાં આવી હતી .જે અંગે આગામી સમય માં કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે
વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે કેવા-કેવા પ્રકારની કાયદાકીય સુવિધાઓ છે તેનું વિસ્તૃત માર્ગદર્શન એસ.પી. એ પૂરૂં પાડ્યું હતું. પૈસાની જબરજસ્તી ઉઘરાણી, સત્તામણી, પરવાના વગર નાણા ધીરધારનો ધંધો ચલાવવો,ઉંચુ વ્યાજ વસૂલવું, ધીરેલી રકમ કરતા વધુ રકમનો દસ્તાવેજ મેળવવો વગેરે ગુન્હા સબબ ગુજરાત નાણાંની ધીરધાર અધિનિયમની જુદી-જુદી કલમો હેઠળ ફરિયાદ થઈ શકે છે તેની માહિતી આપી હતી ત્યારે ડી.વાય.એસ.પી. જુલી કોઠીયા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઆે  ઉપિસ્થત રહ્યા હતા લોકદરબાર માં ફરિયાદ કરનાર ની ફરિયાદ નો તાત્કાલિક નિકાલ કરવા અને વ્યાજખોરો સામે કડક પગલા ભરવા જે તે પોલીસ મથક ના અધિકારીઓ ને જીલ્લા પોલીસવડા એ સુચના આપી હતી આ ઉપરાંત જાહેરમાં કોઈ રજૂઆત ન કરી શકતા હોય તો અધિક્ષકની કચેરી પર આવીને રજૂઆત કરી શકે છે તેમ પણ જણાવ્યું હતું.
જો કે લોકો માં થતી ચર્ચા મુજબ લોકદરબાર ની પંદર દિવસ અગાઉ જ જાહેરાત થઇ ચુકી હોવાથી આ પંદર દિવસ ના ગાળા માં અનેક વ્યાજખોરો એ મામલો લોકદરબાર સુધી પહોંચે તે પહેલા જ ભોગ બનનાર સાથે સેટલમેન્ટ કરી લીધા હતા. આથી આવા લોકદરબાર વારંવાર યોજવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે .
જુઓ આ વિડીયો