પોરબંદર
પોરબંદર પંથક માં વરસાદી વાતાવરણ વચે ઉકળાટ ના કારણે સરીસૃપ દેખા દેવાના બનાવો વધ્યા છે તેમાં ગત ૨૪ કલાક માં જ કુતિયાણા ના રોઘડા તેમજ ભાણવડ નજીક પાસ્તર ગામે મહાકાય અજગર નીકળતા સર્પવિદો દોડી ગયા હતા અને બન્ને નું રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય ખાતે સોપી આપ્યા હતા
પોરબંદર પંથક માં હાલ માં વરસાદી વાતાવરણ અને ભારે ઉકળાટ તેમજ બફારા ના કારણે સર્પ અને અજગર સહીત ના સરીસૃપ વધુ માત્ર માં દેખા દે છે અને સર્પદંશ ના પણ બનાવો માં વધારો થયો છે ત્યારે ગઈ કાલે કુતિયાણા ના રોઘડા ગામે એક વાડી ના કુવા માં એક મહાકાય અજગર દેખા દેતા ખેડૂતે પોરબંદર ના સ્નેક કેચર આશિષ ગોહેલ અને જય શિયાળ ને જાણ કરી હતી આથી બન્ને યુવાનો તુરંત ત્યાં પહોંચી ગયા હતા અને ઊંડા કુવામાં થી મહામહેનતે અજગર ને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો આ અજગર દસ ફૂટ જેટલી લંબાઈ ધરાવતો હતો અને ચાલીસ કિલો થી વધુ વજન ધરાવતો હતો જે સામાન્ય અજગર કરતા વધુ હોવાથી આ અજગરે થોડા કલાકો પહેલા જ શિકાર કર્યો હોવાની શંકા સર્પ વિદો ને ગઈ હતી આથી તે અજગર ને ખુલ્લા મેદાન માં રાખતા ઝડપાયેલા અજગરે થોડી વાર માં પોતાના પેટ માં થી અન્ય એક ચારેક ફૂટ ના અજગર નો મૃતદેહ બહાર કાઢ્યો હતો.ત્યાર બાદ તેને સર્પ વિદો એ વન વિભાગ ને સોપી દીધો હતો
તો બીજી તરફ ભાણવડ નજીક આવેલા પાસ્તર ગામે સુરજવાવ મંદિર નજીક આવેલા એક કુવા માં અજગર નજરે ચડતા સ્થાનિકો એ પોરબંદર ના સ્નેક કેચર સામત મોઢવાડિયા,રમેશ મોઢવાડિયા,દેવશી કારાવદરા અને નાગાજણ આગઠ ને જાણ કરતા આ ચારેય યુવાનો ત્યાં પહોંચી ગયા હતા અને પોતાના શરીર પર દોરડું બાંધી જીવ ના જોખમે કુવામાં ઉતર્યા હતા અને કુવાની બખોલ માં રહેલ સાતેક ફૂટ ના અજગર નું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો અને ત્યાર બાદ વન વિભાગ ને સોપી દીધો હતો
જુઓ આ વિડીયો