Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:હમ મેં હે દમ:દિવ્યાંગ સશક્તિકરણ માટે દેશભર ના 30 દીવ્યાંગો દ્વારા દિલ્હી થી અલવર સુધી સ્કુટર રાઈડ નું આયોજન કરાયું:પોરબંદર ની કૃપા લોઢીયા પણ જોડાઈ

પોરબંદર
દિલ્હી સ્થિત દીવ્યાંગો ની સંસ્થા ગ્રુપ ઓફ સ્પેશ્યલ પીપલ દ્વારા છેલ્લા ચાર વરસ થી દિવ્યાંગ સશક્તિકરણ માટે દેશ ના વિવિધ ભાગો માં સ્કુટર રાઈડ નું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે દિલ્હી થી અલવર સુધી ની ૧૫૦  કિમી ની સ્કુટર રાઈડ નું આયોજન થયું હતું જેમાં દેશભર ના 30 જેટલા દીવ્યાંગો જોડાયા હતા જેમાં પોરબંદર ની કૃપા લોઢીયા એ પણ જોડાઈ અને પોતાના સાહસ નો પરચો આપ્યો હતો

દિલ્હીમાં આવેલ દિવ્યાંગની સંસ્થા ગૃપ ઓફ સ્પેશ્યલ પીપલ દ્વારા દિવ્યાંગોના સશક્તિકરણ માટે દિલ્હીથી અલવર સુધીની સ્કૂટર રાઈડ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં પોરબંદરની દિવ્યાંગ યુવતી કૃપા લોઢીયા  પણ દીવ્યાંગો ની આ સાહસયાત્રા માં યાત્રામાં જોડાઈ હતી. આ યાત્રામાં દેશભર ના વિવિધ રાજ્યો ના કુલ 30 જેટલા દીવ્યાંગો જોડાયા હતા.સમગ્ર આયોજન સંસ્થા ના ગુલફામ અહેમદ અને સ્થાપક અરશદ ચૌહાણ અને પ્રમુખ સંગીતા જૈન દ્વારા કરાયું હતું દિલ્હીના ઇન્ડિયા ગેઇટ ખાતે હતી થી આ યાત્રા ને પ્રખ્યાત ગાયિકા, અભિનેત્રી, માનવ અધિકાર કાર્યકર અર્પિતા બંસલ,અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ફ્લેગ ઓફ આપી અને રવાના કરવામાં આવી હતી.દરેક સ્કુટર માં તિરંગો રાખવામાં આવ્યો હતો.આ યાત્રા માં ૧૫ સ્કૂટર માં 30 દિવ્યાંગ જોડાયા હતા અને 1 કાર સેફ્ટી માટે રાખવામાં આવી હતી. યાત્રા દરમિયાન સંસ્થાના અરશદ ચૌહાણે જણાવ્યું હતું કે દિવ્યાંગોની શક્તિને બહાર લાવવા માટે અને દુનિયાનો સામનો કરતા જે લોકો ડરે છે તેવા લોકો માટે આ યાત્રાથી ઘણું શીખવા મળશે. પેરાએથ્લીટ ગુલફામ અહેમદે એવું જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન દિવ્યાંગોને ઘણું બધું નવું શીખવા મળશે.તો સાથે સાથે લોકોને પણ સંદેશો મળશે કે દિવ્યાંગ પણ બધુ કરી શકે છે. અને લોકોએ દિવ્યાંગ પ્રત્યેની વિચારસરણી બદલવી પડશે. ગુલફામ અહેમદે એવું જણાવ્યું હતું કે લોકો તેમના મિત્રો સાથે ફરવા જાય છે, પરંતુ જ્યારે દીવ્યાંગો ની વાત આવે ત્યારે તેઓ દિવ્યાંગને સાથે લેતા નથી, આથી જ અમે એક જીએસપી પરિવાર બનાવ્યો છે જેના દ્વારા દર વરસે દીવ્યાંગો માટે આ પ્રકારની રાઈડ નું આયોજન કરવામાં આવે છે ગયા વરસે સંસ્થા દ્વારા પહાડી ઇલાકા મસુરી સુધી રાઈડ નું આયોજન કરાયું હતું જયારે આ વખતે ઐતિહાસિક સ્થળ અલવર ની પસંદગી કરવામાં આવી હતી
જ્યારે પોરબંદરની દિવ્યાંગ વ્હીલચેર ડાન્સર,મોડેલ,એક્ટર,મોટીવેશનલ સ્પીકર કૃપા લોઢીયા  આ યાત્રામાં જોડાઈ હતી તેણે જણાવ્યું હતું કે આ યાત્રા જીવનની સૌથી યાદગાર પ્રસંગ બની ગઈ છે. અપંગતા હોવી એ ખરાબ વસ્તુ નથી .પરંતુ દિવ્યાંગ હોવાને કારણે ખુલી ને જીવન ન જીવવું ખોટું છે. તમે અક્ષમ છો એટલા માટે ઘરે બેસો તે કોઈ રસ્તો નથી.સંઘર્ષ કરી સામનો કરો, તમારા સપનાને વળગી રહો અને સતત લડત આપો તો નિશ્ચિત છે કે સફળતા તમારા કદમો માં હશે આ રાઈડ દ્વારા અમારું લક્ષ્ય અપંગતા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું છે. દિવ્યાંગ મિત્રો જે ઘરની બહાર નીકળી શકતા નથી.તેમને આ રાઈડ દ્વારા પ્રેરણા મળશે.
6 કિમી ઉપર કિલ્લો ચડ્યા:૨૩૫ પગથીયા ઉતરી બોટિંગ કર્યું
ઐતિહાસિક સ્થળ ની આ સફર દરેક દિવ્યાંગ ના જીવન ની યાદગાર સફર બની ગઈ હતી.સફર દરમ્યાન બાલ્લા નામનો કિલ્લો કે જે જમીન થી 6 કિમી ઉપર છે ત્યાં પણ દીવ્યાંગો ઉપર સુધી ગયા હતા અને નજીક માં આવેલ પહાડ ની નીચે આવેલ સારિકા તળાવ માં બોટિંગ પણ કર્યું હતું આ તળાવ માં બોટિંગ કરવા માટે પહાડ પર થી ૨૩૫ પગથીયા નીચે તમામ દીવ્યાંગો ઉતર્યા હતા
જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે