પોરબંદર
ભારતીય સંસ્કૃતિ થી પ્રભાવિત થયેલ ફ્રાંસ ની એક યુવતી મોપેડ પર ભારત ના વિવિધ તીર્થસ્થાનો ની મુલાકાતે નીકળી છે આજે આ યુવતી ગાંધીભુમી પોરબંદર ખાતે આવી પહોંચી હતી અને પોરબંદર ના વિવિધ પર્યટન સ્થળ ની મુલાકાત લઇ ને તે યુવતી સોમનાથ જવા રવાના થઇ છે.
ફ્રાંસ ના એન્જર્સ શહેર ની વતની લુના અગેથ નામની ૨૭ વર્ષીય યુવતી છેલા ઘણા વરસો થી ભારતીય સંસ્કૃતિ થી પ્રભાવિત છે અને તે હિન્દી ભાષા પણ જાણે છે આ યુવતી છેલા ૧૫ માસ થી ભારત ના વિવિધ તીર્થસ્થાન ની મુલાકાત લઇ આજે ગાંધીભુમી પોરબંદર ખાતે આવી પહોંચી હતી અહી તેણે ગાંધીજી ના જન્મસ્થળ કિર્તીમંદિર,કસ્તુરબા ના પૈતૃક નિવાસસ્થાન ઉપરાંત સુદામા મંદિર ની મુલાકાત લીધી હતી પોતાના આ પ્રવાસ અંગે લુના એ જણાવ્યું હતું કે તેના પરિવાર માં તેના માતાપિતા અને એક મોટો ભાઈ છે પોતે ઘણા વરસો થી ભારતીય સંસ્કૃતિ,યોગા અને મેડિટેશન વગેરે માં રસ ધરાવે છે અને ભાંગ્યું તૂટ્યું હિન્દી પણ બોલી શકે છે,ભારત ના વિવિધ યાત્રાધામો વિષે તેણે અનેક પુસ્તકો વાંચ્યા હતા આથી તેને આ પર્યટન સ્થળો ના દર્શન કરવાની ઈચ્છા થતા તે ભારત આવી પહોંચી હતી અને શરુઆત માં વિવિધ વાહનો માં કેટલાક યાત્રાધામ ની મુલાકાત લીધા બાદ કર્નાટક ના મૈસુર થી તેણીએ ૬૦૦૦ રૂપિયા માં એક સેકન્ડ હેન્ડ સ્કુટર ની ખરીદી કરી હતી જેમાં તેણીએ અલગ અલગ દેવીદેવતાઓ ની ધજા પતાકા વડે શણગાર કર્યો છે ઉપરાંત ભારત નો ધ્વજ પણ રાખ્યો છે અને આ સ્કુટર લઇ ને તે અત્યાર સુધી માં ૧૫ માસ માં ભારત ના ૧૮ રાજ્યો ના વિવિધ ધાર્મિક સ્થળો ની મુલાકાત લઇ ચુકી છે અને હજુ તેણી ના ૬ માસ ના વિઝા હોવાથી હજુ અનેક રાજ્ય નો પ્રવાસ કરશે.

જુઓ આ વિડીયો 

પોરબંદર વાસીઓ ખુબ લાગણીશીલ
આજે પોરબંદર ની મુલાકાતે આવેલી લુનાનું ધર્મેશભાઈ મદલાણી સહીત ના વેપારીઓ એ સ્વાગત કર્યું હતું અને તેમને વિવિધ પ્રવાસન સ્થળો અંગે માહિતગાર કર્યા હતા ત્યાર બાદ પોરબંદર ટાઈમ્સ સાથે ખાસ વાતચીત માં લુના એ એવું જણાવ્યું હતું કે કોઈ પણ જાત ના ભય વગર તે વિવિધ રાજ્યો માં મોપેડ પર ફરી રહી છે અને અહી પોરબંદર આવ્યા પછી ખુબ આનંદ ની લાગણી થાય છે અને પોરબંદરવાસીઓ વિશે તેણીએ એવું જણાવ્યું હતું કે પોરબંદરવાસીઓ ખુબ લાગણીશીલ અને બીજા ને મદદરૂપ થવાની ભાવના ધરાવે છે.
ધર્મશાળા માં નિવાસ :હાથે રસોઈ બનાવે
સામાન્ય રીતે વિદેશીઓ ભારત આવે ત્યારે લકઝરીયસ હોટલ માં ઉતરતા હોય છે અને ભોજન પણ હોટલ માં જ કરતા હોય છે પરંતુ આ લુના નામની યુવતી ભારત ભ્રમણ દરમ્યાન કોઈ હોટલ માં ઉતરવાના બદલે ધર્મશાળા માં જ આશરો લે છે તેમજ રસોઈ નો સમાન પણ સ્કુટર માં રાખ્યો હોવાથી રોકાણ કરે ત્યાં રસોઈ પણ જાતે જ બનાવી અને જમે છે. અને રસોઈ માં પણ ફ્રેંચ વ્યંજન નહી પરંતુ સંપૂર્ણ ભારતીય ભોજન જેમ કે શાક, રોટલી,દાળ, ભાત વગેરે બનાવે છે અને જમે છે.
માતા બીમાર પડતા વતન પરત ફરી
ફ્રેંચ યુવતી લુના ની સાથે તેની માતા પણ ભારત આવી હતી અને શરુઆત માં થોડો સમય લુના સાથે મોપેડ પર વિવિધ તીર્થધામ ની મુલાકાત લીધા બાદ તે બીમાર પડતા વતન ફરી હતી પરંતુ લુના એ ત્યાર બાદ પણ પોતાની યાત્રા ચાલુ જ રાખી છે .

રોજ નો ૧૫૦ કિમી નો પ્રવાસ
લુના રોજ સ્કુટર પર ૧૫૦ કિમી જેટલો પ્રવાસ કરે છે અને પોરબંદર બાદ મોચા ખાતે આવેલ હનુમાન મંદિર ન દર્શન કર્યા બાદ માધવપુર તરફ જવા રવાના થઇ છે અને ત્યાંથી તે સોમનાથ જશે
પ્રવાસ માટે ફેસબુક પેજ બનાવ્યું
લુના એ ભારત નો પ્રવાસ શરુ કર્યા પછી ચલ મેરી લુના નામનું ફેસબુક પેઈજ બનાવ્યું છે જેમાં તે દરરોજ મુલાકાત લીધી હોય તેવા પ્રવાસન સ્થળો ની માહિતી અને વિડીયો નિયમિત રીતે અપડેટ કરે છે
ગળા માં રુદ્રાક્ષ,કપાળ પર  ચન્દન નું તિલક
લુના અગાથે નામની ફ્રેંચ યુવતી વરસો થી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા થી પ્રભાવિત હોવાથી કપાળ પર  હમેશા ચંદન નું તિલક કરે છે અને ગળા માં રુદ્રાક્ષ સહીત ની વિવિધ માળાઓ ધારણ કરે છે તેમજ વાતચીત માં પણ હંમેશા રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ થી જ વાત ની શરુઆત કરે છે