Tuesday, April 16, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં અનુસુચિત જાતી સુપ્રીમ કાઉન્સિલ ની રચના કરાઈ

પોરબંદર

પોરબંદર જીલ્લા ના અનુસુચિત જાતી સમાજ દ્વારા અનુસુચિત જાતી સુપ્રીમ કાઉન્સિલ ની રચના કરાઈ છે.તે અંતર્ગત સમાજ માં રચનાત્મક કાર્યો વધુ વેગવાન બનાવવા આહવાન કરાયું હતું.

પોરબંદર જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પોરબંદર ખાતે સમગ્ર જિલ્લા ને અનુલક્ષી “ અનુસૂચિત જાતિ સુપ્રીમ કાઉન્સિલ” ની રચના કરવામાં આવી હતી.અનુસુચિત જાતિ સમાજના નવા પ્રમુખ સહિત ટીમની રચના કરાઇ હતી.
નામકરણ ખુલ્લું મુકતા પોરબંદરના હેડક્વાર્ટર ડીવાયએસપી ભરતભાઈ પટેલે હર્ષ અને આનંદની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે આ એક ખૂબ જ અગત્ય નું અને મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યું છે.આના દ્વારા માત્ર અનુસૂચિત જાતિ સમાજમાં જ નહીં.પરંતુ સર્વ સમાજમાં સદભાવના ઉભી થશે.અને સામાજિક એકતા સાથે સાથે શૈક્ષણિક કાર્ય દ્વારા વ્યસન મુક્તિ તેમજ રચનાત્મક કાર્યોને વધુ વેગવંતા બનાવવા આહવાન કર્યું હતું.
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એસ.એ.સોલંકીએ સામાજિક અને ધાર્મિક જડ માન્યતાઓ પર પ્રહાર કરીને નારી સમાજ વધુને વધુ કન્યા કેળવણી પર ધ્યાન આપે તેવી અપીલ કરી હતી

પોરબંદર વણકર સમાજ વિધાર્થી ભવન ખાતે સમગ્ર જિલ્લાના ત્રણે તાલુકા અને દરેક ગામના અનુસૂચિત જાતિના પ્રતિનિધિ પ્રબુદ્ધજનો કર્મશીલો પ્રોફેસરો,એન્જીનીયર,ડોકટરો,શિક્ષકગણ,ધારાશાસ્ત્રીઓ સાથે અનેક સરકારી કર્મચારીઓ,અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના શુભ ચિંતકોની ઉપસ્થિતિમાં આજરોજ સમાજની એકતા અખંડિતતા અને 21મી સદીમાં સમાજની દિશા અને દશા નક્કી કરવાના ઉદેશયથી પોરબંદરના મુખ્ય પોલીસ મથકના ડીવાયએસપી  પટેલના વરદ હસ્તે નામકરણ“ સમસ્ત અનુસૂચિત જાતિ સુપ્રીમ કાઉન્સીલ પોરબંદર જિલ્લો “ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ સમસ્ત અનુસૂચિત જાતિ સુપ્રીમ કાઉન્સીલ પોરબંદરની કમિટીના હોદ્દેદારોની વરણી લોકશાહી ઢબે કરવામાં આવી હતી.એ કાર્યક્રમ ને અનુરૂપ સમાજની એકતા કુરિવાજો અને અંધશ્રદ્ધા નાબુદી માટે ઘણા વક્તાઓએ ધારદાર વક્તવ્ય આપ્યા હતા
પોરબંદર જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિ સુપ્રીમ કાઉન્સીલ કારોબારી કમિટીના હોદ્દેદારી નીચે નામવલી મુજબ વરણી કરવામાં આવી છે.

1. નારણભાઈ પી ચાંચીયા (પ્રમુખ)
2. કેશુભાઇ એચ સાદિયા (ઉપપ્રમુખ)
3. કારાભાઈ એલ વિંઝુડા (ઉપપ્રમુખ)
4. પ્રો.ડો.એમ.એન.વાઘેલા (મહામંત્રી)
5. કિશન એચ. રાઠોડ (મહામંત્રી)
6. ગૌતમભાઈ જી મારુ (મહામંત્રી)
7. ભરતભાઈ વી શીંગરખીયા (મંત્રી)
8. વાઘજીભાઈ બી માવદિયા (મંત્રી)

9. દિનેશભાઇ એમ ચુડાસમા (મંત્રી)

10. રામભાઈ મારુ (મંત્રી)
11. કિરીટભાઈ એમ સાદિયા(સહમંત્રી)
12. ભોજાભાઈ બી પરમાર (સહમંત્રી)
13. માલદે ભાઈ લીંબોલા (સહમંત્રી)
14. નરેશભાઇ એમ સૌંદરવા (સહમંત્રી)
15. પરબતભાઇ એમ મકવાણા (સહમંત્રી)
16. સાજણભાઈ એસ શીંગરખીયા (ખજાનચી)
17. આનંદભાઈ દાફડા (ખજાનચી)
18. ભરતભાઈ વી મકવાણા (ખજાનચી)
19. એમ.જી.શીંગરખીયા (સલાહકાર સમિતિ)
20. અમરાભાઈ રાઠોડ (સલાહકાર સમિતિ)
21. ચનાભાઈ ઘેલાભાઈ શીંગરખીયા (સલાહકાર સમિતિ)
22. રામભાઈ પી સાદિયા (સલાહકાર સમિતિ)
23. સી પી સાદિયા (સલાહકાર સમિતિ)
24. ભરતભાઈ વી ચુડાસમા (સલાહકાર સમિતિ)
25. લાખાભાઈ લીંબોલા (સલાહકાર સમિતિ)
26. ગોવિંદભાઇ કે સાદિયા (સમાધાન પંચ સમિતિ)
27. કરસન ભાઈ ડી પાંડાવદરા (સમાધાન પંચ સમિતિ)
28. ગાંગાભાઈ કે સાદિયા(સમાધાન પંચ સમિતિ)
29. પુષ્પાબેન કે રાઠોડ (સમાધાન પંચ સમિતિ)
30. દિનેશભાઇ એમ રાઠોડ (સમાધાન પંચ સમિતિ)
31. શૈલેષભાઈ ડી પરમાર (સમાધાન પંચ સમિતિ)
32. સવિતાબેન એમ સૌંદરવા (સમાધાન પંચ સમિતિ)

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત જન સમૂહના ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા ભોજનના દાતા સમ્યક દાનવીર પોરબંદર તેમજ ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી એમ.જી.શીંગરખીયા તરફથી કરવામાં આવી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે