Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કડિયા કામ કરતા કરતો શ્રમિક યુવાન બન્યો ગાંધી:જાણો દેશ વિદેશ માં ગાંધીભુમી નું નામ રોશન કરનાર ગોલ્ડન ગાંધી ની દાસ્તાન

પોરબંદર

દેશ ને આઝાદી અપાવવામાં મહત્વ ની ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધી ની જન્મભૂમી પોરબંદર માં એક એવો શ્રમિક યુવાન પણ છે જેણે દેશ ના વિવિધ ભાગો માં ગાંધીજી ની ગોલ્ડન પ્રતિમા બની ગાંધીભુમી નું નામ રોશન કર્યું છે પોરબંદર ના  બહુમુખી પ્રતિભા ધરાવતા   જયેશ હિંગળાજીયા એ વિવિધ ક્ષેત્રે પોરબંદર નું નામ રોશન કર્યું છે  ત્યારે આ અઠવાડિએ “પોરબંદર અચીવર”  શ્રેણી માં  જાણીએ   આ શ્રમિક યુવાન વિશે. .

સામાન્ય રીતે પોરબંદર નું નામ આવે એટલે લોકો ના માનસપટ  પર મહાત્મા ગાંધી નો ચહેરો છવાઈ જાય છે મહાત્મા ગાંધી ને તેમના વિચારો ના લીધે આજે પણ સમગ્ર વિશ્વ યાદ કરે છે ત્યારે તેમને આદર્શ બનાવી પોરબંદર ના એક શ્રમિક યુવાને વિવિધ ક્ષેત્રે ખુબ સારી એવી નામના મેળવી છે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર શહેરના જયેશ હિંગળાજીયા નામના શ્રમિક યુવાન ની વય   ૪૭  વર્ષની  છે અને તેઓ ભોઈ  જ્ઞાતિ ના છે અને વરસો થી ભોઈ  જ્ઞાતિ નો પરમ્પરાગત વ્યવસાય એવું કડીયાકામ કરે છે પરંતુ બહુમુખી પ્રતિભા ધરાવતા  જયેશે વિવિધ ક્ષેત્રે મહત્વ નું યોગદાન આપી અને દેશ વિદેશ માં પોરબંદર નું નામ રોશન કર્યું છે જેમાં ૧૧૮   વખત સતત અનેક કાર્યક્રમોમાં ગોલ્ડન ગાંધીની પ્રતિમા બની અનેક રેકોર્ડ સર્જ્યા  છે.

કઈ રીતે આવ્યો ગાંધી પ્રતિમા બનવાનો વિચાર

જયેશ હિંગળાજીયાએ ‘પોરબંદર ટાઈમ્સ “ સાથે વાતચીત માં  એવું જણાવ્યું હતું કે તેઓએ તેમના પિતા સાથે એક ફ્રેન્ચ ફિલ્મ  જોઈ હતી જેમાં પોલીસથી બચવા તે ફિલ્મ નો અભિનેતા  શરીર પર કાદવ અને પાંદડાનો કલર લગાવીને સતત સ્ટેચ્યુ બનીને ઉભા રહેતા હતા. ત્યાંથી તેને આવો વિચાર આવ્યો હતો. અને પોતે મહાત્મા ગાંધી ના શહેર નો હોવાથી ગાંધી પ્રતિમા બનવાનું નક્કી કર્યું હતું જેથી ગાંધીજી ના વિચારો અને સંદેશ ને ગોલ્ડન પ્રતિમા બની વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકે .  સૌ પ્રથમ ૨૦૦૩ ની સાલ માં ગાંધી જયંતિ ના દિવસે તેણે આ વિચાર અમલ માં મુક્યો  હતો પ્રથમ કાર્યક્રમ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ પોરબંદર આવ્યા હતા ત્યાર બાદ તેણે કદી પાછુ વળી અને જોયું નથી તે અત્યાર સુધી માં દેશ ના વિવિધ શહેરો જેવા કે દિલ્હી ,મદ્રાસ,પોંડીચેરી ,કલકતા તથા ગુજરાત માં રાજકોટ ,અમદાવાદ સુરત વગેરે શહેરો માં તે શરીરે કલર લગાડી અને ગાંધી પ્રતિમા બની ચુક્યો છે  ગોલ્ડન ગાંધી બનવા માટે તે મેટાલિક પેઈન્ટ  નો ઉપયોગ કરે છે અને અંદાજે અઢી થી ત્રણ  કલાક જેવો સમય તેનેગોલ્ડન ગાંધી પ્રતિમા બનવા માં લાગે છે

 

૧૮૭ જેટલા વર્લ્ડ રેકોર્ડ :અનેક દેશો નો પ્રવાસ 

જયેશ અત્યાર સુધી માં કુલ ૧૮૭  જેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવી ચુક્યો છે બચપન થી અત્યાર સુધી માં તેણે મેળવેલ શિલ્ડ અને સર્ટિફિકેટ નું વજન ૭૨ કિલો થવા જાય છે આ શ્રમિક યુવાન કડીયાકામ કરી અને ગુજરાન ચલાવે છે તેણે અત્યાર સુધી માં વિવિધ રમતગમત સહીત ની સ્પર્ધાઓ માં ભાગ લેવા માટે નેપાળ,ચીન, બેંગકોક, થાઈલેન્ડ સહીત ના દેશો નો પ્રવાસ કર્યો છે પરંતુ સરકાર દ્વારા આ પ્રતિભાશાળી યુવાન ને કોઈ પણ જાત ની મદદ કરવામાં આવી નથી

રમતગમત માં પણ અવ્વલ 

પોરબંદરમાં ગોલ્ડન ગાંધી બની પ્રસિદ્ધ બનેલા યુવાન જયેશ હિંગરાજીયાએ ગત વરસે નેપાળના કાઠમંડુમાં દશરથ રંગશાળા સ્ટેડિયમના સાનો ગોમર ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાયેલ સાઉથએશિયા ચેમ્પિયનશિપમાં ભાગ લઇ 200 મીટરની દોડમાં મેદાન માર્યું હતું. આ રમતમાં તેણે ગોલ્ડન મેડલ મેળવ્યો હતો, આ ઉપરાંત ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં વિવિધ 9 જેટલા દેશોના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.એ સિવાય તે એથલેટીક્સ ની વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લઇ તેમાં પણ અનેક કીર્તિમાન સ્થાપિત કરી ચુક્યો છે ૭-૧-૨૦૧૮ થી ૩૦ /૧૨/૨૦૧૮ સુધી માં પોરબંદર માં તાલુકા કક્ષા એ,જીલ્લા કક્ષાએ,પ્રદેશ કક્ષા એ ,રાજ્યકક્ષા એ,રાષ્ટ્રીય  કક્ષા એ અને એશિયા  અને સાઉથ એશિયા તથા ઇન્ટરનેશનલ લેવલે ૧૧ મહિના ૨૩ દિવસ માં ૧૬ જેટલા મેડલ મેળવ્યા છે જેમાં ૭ ગોલ્ડ મેડલ,૮ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ નો સમાવેશ થાય છે

એક જ ગીત પર ૭૨૧  વખત પરફોર્મન્સ નો રેકોર્ડ

જયેશે વીસ વરસ પહેલા તેની સાથે કડીયાકામ કરતા યુવાનો નું એક ગ્રુપ માતૃભુમી યુવાશક્તિ મંડળ બનાવ્યું હતું જે વિવિધ ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો માં દેશભક્તિ ગીત રજુ કરે છે    આ મંડળ ના યુવાનો કે જે તમામ કડીયાકામ કરતા શ્રમિક યુવાનો જ છે તેઓએ ક્રાંતિ ફિલ્મ નું “અબ કે બરસ તુજે ધરતી કી રાની “ ગીત પર ૭૨૧  વખત અલગ અલગ જગ્યા એ અલગ અલગ કાર્યક્રમો માં સ્ટેજ પરફોર્મન્સ રજુ કરતા તે અંગે પણ ભારત બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા સ્ટાર રેકોર્ડ દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી

ગીનીસ બુક માં પણ  રેકોર્ડ

ર ઓકટોબર ર૦૧રના રોજ મુનિશ્રી તરૂણ સાગર મહાજરાજી દ્વારા અમદાવાદાના સાબરમતિ આશ્રમથી ઈન્કમટેક્ષ ઓફિસ સુધી રેલીનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ ૮૯૧ લોકો ગાંધીજીનું રૂપ ધારણ કરીને જોડાયા હતા. આ રેલીનું નેતૃત્વ જયેશભાઇએ ગાંધીજીનું ગોલ્ડન સ્ટેચ્યૂ બનીને કર્યું હતું. જેના માટે  પોરબંદરના કિર્તીમંદિર ખાતે તેનેગિનેસ બુકના અધિકારીઓ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરાયું હતું

ગાંધીજી ના  મીની આલ્બમ દ્વારા પણ અનેક રેકોર્ડ સર્જ્યા

મારું જીવન એ જ મારો સંદેશ.’ મહાત્મા ગાંધીજીનો આ સંદેશ ઘણાબધા લોકોને પ્રભાવિત કરી ગયો છે ત્યારે ગાંધીબાપુના જન્મસ્થળ પોરબંદરના રહેવાસી  જયેશ હિંગરાજિયાએ મહાત્મા ગાંધીજીના બાળપણથી લઈને મૃત્યુ સુધીના એક બાય દોઢ મિલીમીટરથી લઈને બે બાય ત્રણ ઇંચ સુધીનાં અનોખાં ૧૮૬ ફોટો-આલબમ બનાવ્યાં છે. ૧૮૬ મિનીએચર ફોટો-આલબમમાંથી કેટલાંક તો બિલોરી કાચથી જોવા પડે એવાં એકદમ નાનાં આલબમ તૈયાર કરીને પોરબંદરના જયેશ હિંગરાજિયાએ કમાલ કરી બતાવતાં લિમકા બુક ઑફ રેકૉર્ડ્સ અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સે એની નોંધ લઈને તેને સર્ટિફિકેટ આપ્યાં છે. ઉપરાંત મહાત્મા ગાંધી ની ૧૦ સેમી લંબાઈ,૫ સેમી પહોળાઈ,અને ૬ સેમી ઉંચાઈ ધરાવતી   ૧૪૦ ગ્રામ ની ફોટો ગેલેરી નું  નિર્માણ બે કલાક અને ૧૮ મિનીટ માં કર્યું હતું જેમાં ૨૬૯૩ જેટલા મહાત્મા ગાંધી ના ફોટોગ્રાફ્સ નો સમાવેશ થાય છે ઉપરાંત ૫ બાય ૧૦ ફૂટ ની મહાત્મા ગાંધીજી ની જીવનપંથ ની બુક પણ બનાવી હતી જેમાં મહાત્મા ગાંધીજી ના જન્મ થી લઇ અને મૃત્યુ સુધી ના ૨૦૦ પ્રશ્ન અને તેના જવાબ લખવામાં આવ્યા છે ઉપરાંત માર્ચ -૨૦૧૮ માં પદ્મશ્રી એવોર્ડ માટે પણ જયેશ નું નામ નોમીનેટ કરાયું છે

રેતશિલ્પ કળા  માં પણ નિષ્ણાત

જયેશે તેના માતૃભુમી યુવાશક્તિ મંડળ ના સહયોગ થી ૨૦૧૨ માં પોરબંદર ની ચોપાટી ખાતે  રેતી ના ૧૧૮૩ જેટલા શિવલિંગ નું નિર્માણ કર્યું હતું જેણે લિમ્કા બુક અને એશિયા બુક સહીત ના  કુલ ૭ રેકોર્ડ નોંધાયા હતા તો ૨૦૧૫ માં ચોપાટી ખાતે જ  ૧૨૫૦ ટન રેતી વડે  ૨૫ ફૂટ ઊંચું અને ૧૬૨ ફૂટ પહોળું  શિવલિંગ નું નિર્માણ કર્યું હતું  જેમાં ૧૭ જેટલા રેકોર્ડ માં નોંધણી થઇ  છે   એક પાત્રીય અભિનય માં પણ જયેશ રાજ્યકક્ષા એ બે વખત પ્રથમ આવ્યો છે અને  તાલુકા કક્ષા ના યુવક મહોત્સવ અને કલા મહાકુંભ માં નિર્ણાયક તરીકે પણ સેવા આપી હતી  તો જયેશ ને વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સીટી ઓફ યુકે દ્વારા વિયેતનામ ના હો ચી મિન્હ શહેર  ખાતે પી એચ ડી ની ઉપાધી થી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો  આ ડીગ્રી માટે સમગ્ર વિશ્વ માંથી ૧૧  વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર લોકો ની જ પસંદગી કરાઈ હતી જેમાં જયેશ નો પણ સમાવેશ થયો હતો   ૨૦૦૮ માં બીબીસી દ્વારા મહાત્મા ગાંધી વિષે નિર્મિત ડોક્યુમેન્ટરી માં પણ તેણે મહાત્મા ગાંધી ની ભૂમિકા ભજવી હતી તો ૨૦૧૩ માં નેશનલ જીયોગ્રાફી મેગેઝીને પણ તેના વિષે એક આર્ટીકલ લખ્યો હતો  ઉપરાંત માછીમાર જાગૃતિ માટેની એક ડોકયુમેન્ટરી “ઓપરેશન વરુણ “ નું નિર્માણ મરીન પોલીસ દ્વારા કરાયું હતું જેમાં જયેશે માછીમાર ની ભૂમિકા પણ ભજવી હતી

આ હતી પોરબંદર ના ગોલ્ડન ગાંધી ની દાસ્તાન જો પસંદ આવી હોય તો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા શેર કરશો

આવતા અઠવાડિયે વધુ એક “પોરબંદર અચીવર “ની કહાણી સાથે ફરી મળીશું

-નિપુલ પોપટ

 

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે