Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

આજે જલારામ જયંતિ :પોરબંદર ના વિકાસ માં રઘુવંશીઓ નું અનેરું યોગદાન :જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર
આજે જલારામ જયંતિ છે. અને સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે જાણીએ પોરબંદર જીલ્લા ના વિકાસ માં રઘુવંશી સમાજ નું શું યોગદાન રહેલું છે.

 

પોરબંદર જીલ્લા માં મોટી સંખ્યા માં રઘુવંશીઓ વસવાટ કરે છે અને વરસો થી પોરબંદર માં ધાર્મિક ,રાજકીય, સામાજિક ,સેવાકીય ,વગેરે પ્રવૃતિઓ માં રઘુવંશીઓ હમેશા અગ્રેસર રહ્યા છે પોરબંદર લોહાણા મહાજન ના પ્રમુખ તરીકે સંજયભાઈ કારિયા અને સેક્રેટરી તરીકે રાજુભાઈ લાખાણી સેવા આપી રહ્યા છે સૌ પ્રથમ વાત કરીએ રાજકીય યોગદાન ની તો રઘુવંશી સમાજે પોરબંદર ને ચાર ધારાસભ્યો આપ્યા છે જેમાં પોપટભાઈ કક્કડ ,વસનજીભાઈ ઠકરાર અને શશિકાંતભાઈ લાખાણી, આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપનાર અને ખાદી ભવનની સ્થાપના કરનારા મથુરાદાસ ભૂપ્તા નો સમાવેશ થાય છે આ ચારેય ધારાસભ્યો એ પોતાના કાર્યકાળ દરમ્યાન પોરબંદર નો સર્વાંગી વિકાસ કર્યો હતો અને ગાંધીનગર સુધી તેમનો દબદબો હતો શશીકાંત લાખાણી તો મંત્રી પદે પણ સેવા આપી હતી તો વસનજીભાઈ ખેરાજભાઈ ઠકરાર ની કામગીરી ને તો આજે પણ પોરબંદરવાસીઓ યાદ કરે છે પોરબંદર ના સિમેન્ટ રોડ નું નિર્માણ,ચોપાટી નું નિર્માણ અને અત્યારે શહેર ની શોભા વધારતા ત્રણેય ફુવારા નું નિર્માણ તેમના સમય માં થયું હતું તો સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા નગરપાલિકા માં પણ રઘુવંશી ઓ નું મહત્વ નું યોગદાન રહ્યું છે જેમાં વજુભાઈ કારિયા,ડોલરભાઈ ચોટાઈ,હેમેન્દ્રભાઈ હાથી ,રેખાબેન લાખાણી,મુકેશભાઈ દત્તા,અને પંકજભાઈ મજીઠીયા એ પાલિકા પ્રમુખ પદે રહી અને શહેર ના વિકાસ માં મહત્વ નું યોગદાન આપ્યું હતું અને શહેર ના અનેક વિકાસકાર્યો આ લોકો ના કાર્યકાળ દરમ્યાન કરાયા હતા ઉદ્યોગો ની વાત કરીએ તો રાજરત્ન શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા એ પોરબંદર શહેર ને ઐતિહાસિક વરસો આપેલ છે જેના મૂળ વિદેશ સુધી ફેલાયેલા છે તેમના દ્વારા મહારાણા મિલ જેવો મોટો ઉદ્યોગ અને કન્યાકેળવણી માટે ની અતિ મહત્વ ની આર્યકન્યા ગુરુકુળ જેવી સંસ્કારી સંસ્થા ની પોરબંદર ને ભેટ મળી તે જ રીતે ભાણજી લવજી ઘીવાલા પરિવાર દ્વારા પણ આ શહેર ને સમાજ ની વાડીઓ ,સેનેટોરિયમ ,વિદ્યાર્થી છાત્રાલયો વગેરે ની ભેટ આપી છે તેજ રીતે તાજાવાલા પરિવાર નું પણ પોરબંદર માં મહત્વ નું યોગદાન રહેલું છે એ સિવાય શહેર શ્રેષ્ઠીઓ ની વાત કરીએ તો જાણીતા સાહિત્યકાર અને ઇતિહાસકાર નરોત્તમભાઈ પલાણ એ માત્ર રઘુવંશી સમાજ જ નહી પરંતુ પોરબંદર નું ઘરેણું છે તો પદુભાઇ રાયચુરા જેવા ઉદ્યોગપતિ એ રોજગારી અને આર્થીક ઉન્નતી આપ્યા છે.શિક્ષણપ્રેમી દાતા સ્વ મોહનભાઈ કોટેચા સમાજને સમર્પિત જલારામ આવાસ યોજના દ્વારા અનેકને આવાસ આપનારા હરસુખભાઇ બુદ્ધદેવ અને સ્કોલરશીપ યોજનાના માધ્યમથી વિદ્યાર્થીઓને સુશિક્ષત કરનારા પ્રતાપભાઇ દત્તાણી પણ વિવિધ સેવાકીય કાર્યો માં અગ્રેસર રહ્યા છે . શહેર ની બન્ને વેપારી સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ અને ડીસ્ટ્રીકટ ચેમ્બર માં આજ સુધી નામાંકિત રઘુવંશી પ્રમુખો જેમાં અશ્વિનભાઈ ભરાણીયા અને અનિલભાઈ કારિયા અને વર્તમાન પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા વગેરે એ સ્થાન શોભાવી અને વ્યાપાર જગત ની પણ અનેરી સેવાઓ કરી અને શહેર ને ધબકતું રાખવામાં મદદ કરી છે. સેવાકીય સંસ્થાઓ માં રોટરી હોઈ કે લાયન્સ કે અન્ય કોઈ પણ સામાજિક સેવાકીય કર્યો કરતી સંસ્થાઓ માં રઘુવંશી સમાજ ના યુવા આગેવાનો એ હમેશા રઘુવંશી સમાજ ને ગૌરવ અપાવ્યું છે તો પોરબંદર ની સરકારી હોસ્પિટલ માં દર્દીઓ અને તેમના પરિવારજનો ની વરસો થી જઠરાગ્ની ઠારનાર સ્વ રસીક બાપા રોટલાવાળા એ પણ સેવા ની અખંડ જ્યોત જલાવી હતી જે હજુ સુધી પ્રજ્વલ્લિત છે અને આજે પણ દર્દીઓ ની સેવા ચાલી રહી છે એક સમયે રક્તદાન એટલે શું અને શા માટે કરવું જોઈએ તે અંગે સમાજ માં એટલી જાગૃતિ ન હતી ત્યારે વીસેક વરસ પહેલા માનવતા પરિવાર ની સ્થાપના કરી અને રઘુવંશી પ્રદીપભાઈ રૂપારેલે માત્ર પોરબંદર જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ને રક્તદાન અંગે જાગૃત કર્યું હતા હજારો રક્તદાન કેમ્પ તેમની સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે સમગ્ર સૌરાષ્ટ્ર ના થેલેસેમિયા પીડિત બાળકો ને વિનામૂલ્યે ૧૮ વરસ થી રક્ત પૂરું પાડનાર સંસ્થા આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ના સ્થાપક અને સંચાલક પણ રઘુવંશી છે અને સ્વ.અશ્વિનભાઈ ભરાણીયા એ શરુ કરેલી આ સંસ્થા નું સંચાલન અને તેમના પુત્ર કેતનભાઈ ભરાણીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આજે પણ સૌરાષ્ટ્રભર ના ૧૫૦ થી વધુ થેલેસેમિયાપીડિત બાળકો ને તેઓ વિનામૂલ્યે રક્ત નો જથ્થો પૂરો પડી રહ્યા છે.. શ્રી રઘુવંશી વાત્સલ્ય સેવા સમિતિ ,લોહાણા મિત્ર મંડળ, રઘુવંશી એકતા,યુવાશક્તિ ,શ્રી લોહાણા હિતેચ્છુક મંડળ ,લોહરાણા યુવા સેના,શ્રી જલારામ મિત્ર મંડળ,લોહાણા મહિલા મંડળ વગેરે સંસ્થાઓ દ્વારા ‘માનવ સેવા સરીતા’નો સેવાયજ્ઞ સતત પ્રજ્જવલ્લીત તથા કાર્યરત રાખવામાં આવી રહ્યો છે. હજુ પણ આવા અનેક નામી અનામી રઘુવંશીઓ છે જે પોતાનું યોગદાન વિવિધ ક્ષેત્રો માં આપી રહ્યા છે અને શ્રી રામ અને પુ જલારામબાપા ના સિદ્ધાંતને આત્મસાત કરનાર આ રઘુવંશીઓ હરહંમેશ તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યા છે આમ પોરબંદર માં વિવિધ પ્રવૃતિઓ માં અને પોરબંદર ના વિકાસ માં રઘુવંશી સમાજ નું અનેરું યોગદાન હમેશા રહ્યું છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે