પોરબંદર

શહેર માં સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વપરાશ ને તિલાંજલિ અપાવવા હવે ગાંધીભુમી ની બહેનો પણ આગળ આવી છે પોરબંદર ની લીઓ ક્લબ પર્લ્સ દ્વારા નો પ્લાસ્ટિક ઝુંબેશ અંતર્ગત જાગૃતિ અભિયાન નો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત સંસ્થા ની બહેનો દ્વારા અલગ અલગ દુકાને ફરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વપરાશ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે
પૂજ્ય બાપુનાસ્વચ્છ ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગાંધીભુમી પોરબંદર ની બહેનો પણ શહેર ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આગળ આવી છે. પોરબંદર ની લીઓ ક્લબ પર્લ્સ ના પ્રમુખ ચાંદની ઉનડકટ ,લિયો સેક્રેટરી કાજલ કારિયા,લીઓ ટ્રેઝરર મનાલી મજીઠીયા,રીજીયન ચેરમેન લાયન તેજસભાઈ લાખાણી (રીજીયન -5 લાયન્સક્લબ પોરબંદર) એ શહેર ના મહિલા અગ્રણી શીલાબેન ભરતભાઈ માખેચા ના સહયોગ થી નો પ્લાસ્ટિક ઝુંબેશ અંતર્ગત ની જાગૃતિ માટે એક હજાર જેટલા પેમ્ફલેટ છપાવ્યા છે અને તેનું સંસ્થા ના પ્રમુખ ચાંદની ઉનડકટ ની આગેવાની માં આઈ પી પી લિયો ખુશ્બુ ઉનડકટ ,લિયો ઋષિકા હાથી,લિયો ચાંદની મોદી,લિયો મીના રાજા ,દ્વારા શહેર ની મુખ્ય બજાર માં અલગ અલગ દુકાનો માં ફરી વિતરણ કરવામાં આવે છે. અને માત્ર વિતરણ કરી ને સંતોષ ન માનતા સંસ્થા ની બહેનો દ્વારા વિતરણ ની સાથે સાથે દરેક વેપારી સાથે વાતચીત કરી અને પ્લાસ્ટિક નો વપરાશ ન કરવા સમજાવવામાં આવે છે અને એવું જણાવવામાં આવે છે કે સ્વચ્છતા ના આગ્રહી પુ મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મજ્યંતિ ની દેશભર માં ઉજવણી થઇ રહી છે ત્યારે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ને બ્રાંડ એમ્બેસેડર તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ ને પણ નુકશાનકારક છે તે સૌ જાણીએ છીએ .આપણે પહેલ કરી થોડા જ ફેરફાર કરવાના છે.આ અભિયાન માં સૌ સહયોગ આપે તેવી આશા રાખવામાં આવી છે . જેથી સંસ્થા દ્વારા એવી અપીલ કરવામાં આવી છે. ચા માટે વપરાતા પ્લાસ્ટિક કપ,પોલીથીન પેકિંગ નો ઉપયોગ ન કરવો શાકભાજી,ફ્રુટ ખરીદી,નાની ચીજવસ્તુ ખરીદી કરવા જાવ ત્યારે કાપડ ની જ થેલી વાપરવી,ઝબલા થેલી સરકાર દ્વારા પણ પ્રતિબંધિત કરવામાં આવી છે .પાણી ના પાઉચ,પ્લાસ્ટિક બોટલ, કોલ્ડ્રીંકસ બોટલ તેમજ દૂધ છાશ પ્લાસ્ટિક થેલી માં ન જ ખરીદો,નાના મોટા પ્રસંગો,પાર્ટી માં પેપર ડીશ,થર્મોકોલ પ્લેટ,ગ્રુપ બાઉલ ,પ્લાસ્ટિક સ્પુન નો વપરાશ ટાળવો ,હોટલો માં પાર્સલ ફૂડ લો ત્યારે પ્લાસ્ટિક ડબ્બા,એલ્યુમીનીયમ ફોઈલ થી ગરમ ખોરાક સાથે નુકશાનકારક તત્વો ઉમેરી દે છે.
લિયો ક્લબ પર્લ્સ ના આ પ્રયાસ ને શહેરીજનો દ્વારા પણ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને આ અપીલ બાદ અનેક વેપારીઓ એ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વપરાશ ન કરવા પ્રેરાયા છે.સંસ્થા ના પ્રમુખ ચાંદની ઉનડકટે પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં જણાવ્યું હતું કે પ્લાસ્ટિક પર્યાવરણનો દુશ્મન છે તેનો નિષેધ અને અમલ કરવો એ આપણી સૌની જવાબદારી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક નિષેધ થી પ્રકૃતિ સાથે પર્યાવરણનું અને સમગ્ર સૃષ્ટિ નું આપણે રક્ષણ કરી શકીશુ આથી સૌના સહયોગ વડે પ્લાસ્ટિક મુક્ત પોરબંદર બને તે દિશામાં ચોક્કસ નિર્ધાર સાથે આગળ વધીશું તેમજ ઘર, મહોલા, ગામ, શહેર, બાગ-બગીચા, રાજ્ય તેમજ દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવી પર્યાવરણને ચોખ્ખું રાખવા પ્રયત્નશીલ રહેશું.