પોરબંદર
પોરબંદર માં વિવિધ સેવાભાવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વેપારી આગેવાને પાંચેક દિવસ પહેલા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ગઈ કાલે સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું જે મામલે ગઈ કાલે તેમના બેસણા માં તેમની પુત્રીઓ એ પિતા નું મોત વ્યાજખોરો ના ત્રાસ ના કારણે થયું હોવાનું જણાવી હજુ પણ વ્યાજખોરો તેમના પરિવાર ની હેરાનગતી કરી શકે તેમ હોવાથી સમાજ ની મદદ માંગી હતી
પોરબંદર ના જલારામ કોલોની વિસ્તાર માં રહેતા ફેન્સીન સ્ટોતરવાળા તરીકે જાણીતા રઘુવંશી વેપારી અગ્રણી જયંતભાઈ(જયુભાઈ) છગનભાઈ મોનાણી (ઉવ ૬૧) એ ગત તા ૫ ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ પોરબંદર ની ખાનગી હોસ્પિટલ અને બાદ માં જામનગર ની જીજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈ કાલે સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું . ગઇકાલે લોહાણા મહાજનવાડી ખાતે તેમના બેસણામાં જયુભાઇની બન્ને પુત્રીઓએ ઉપસ્થિમત લોહાણા સમાજ સહિત લોકો સામે વેદના ઠાલવતા જણાવેલ કે તેમના પપ્પા એ વ્યાજખોરો ના ત્રાસ ના કારણે આપઘાત કરવો પડ્યો છે અને જયુભાઈ ના આપઘાત બાદ તેમના પરિવાર ઉપર વ્યાવજખોરો ત્રાસ વર્તાવે તેવો ભય હોય તેમને વ્યાઆજખોરોથી બચાવવા દર્દભરી અપીલ કરી હતી. જયુભાઈ ની પુત્રીઓ ની દર્દભરી અપીલ ના પગલે ચેમ્બોર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાએ જયુભાઈ ના પરિવાર ને સધિયારો આપતા જણાવ્યું હતું કે તેમના પરિવારને મદદની જે જરૂર હશે તે મદદ કરવામાં આવશે અને તેમના પરિવાર ને કોઈ પણ જાત નો ભય ન રાખવા જણાવ્યું હતું.તમામ વેપારી સંગઠનો,આગેવાનો બધા તેમના પરિવાર ની સાથે જ છે તેવું પણ જણાવ્યું હતું.અને બન્ને દીકરીઓ ને હિમ્મત આપી હતી
પરિવાર માં બે પુત્રીઓ જ :હાલ ભયના ઓથાર નીચે
મૃતક જયુભાઈ ના પરીવર માં બે પુત્રી અને પત્ની જ છે ઘર ના મોભી નું આ રીતે અવસાન થતા તેમનો પરિવાર શોક ની ગર્તા માં ધકેલાઈ ગયો છે અને હાલ વ્યાજખોરો ના ભય ના કારણે ભય ના ઓથાર નીચે જીવી રહ્યો છે અને શોકગ્રસ્ત હાલત ના કારણે હજુ સુધી તેણે આ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી નથી પરંતુ તેમના નજીક ના સગા સબંધીઓ નો મત લઇ અને બાદ માં તેઓ આ અંગે કાયદાકીય કાર્યવાહી કરશે તેમ જાણવા મળે છે
લોહાણા સમાજ ના ઈતિહાસ માં આ પ્રકાર નો પ્રથમ બનાવ
બેસણા માં સેંકડો માણસો ના ટોળા વચ્ચે બે દીકરીઓ એ રડતા રડતા સમાજ ની મદદ માંગી હોય એવો બનાવ લોહાણા સમાજ ના ઈતિહાસ માં પ્રથમ વખત બન્યો છે તેમ જણાવતા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા એ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં એવું જણાવ્યું હતું કે વેપારી સંસ્થાઓ,જ્ઞાતિ,સમાજ બધા જયુભાઈ ના પરિવાર ની સાથે જ છે અને તેમના પરિવાર ને તમામ પ્રકારે મદદ કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું છે
નાની રકમ નું મસમોટું વ્યાજ
જયુભાઈ ના નજીક ના વર્તુળો માં થી મળતી માહિતી પ્રમાણે વેપારી જયુભાઇ મોનાણી એ ધંધા માટે વ્યાાજે રૂપીયા લીધા બાદ મંદીને લીધે સમયસર ચુકવી ન શકતા વ્યા જખોરો દ્વારા ત્રાસ શરૂ થયેલ હતો.નાની એવી રકમ નું વ્યાજખોરો એ વ્યાજ નું વ્યાજ અને પેનલ્ટી ના નામે કટકે કટકે મસમોટી રકમ વસુલ્યા બાદ પણ વ્યાજખોરો ની ત્રાસ અવિરત ચાલુ હતો અને છેલ્લા થોડા સમય થી વ્યાજખોરો એ ફોન પર ધાકધમકી અને વધુ પડતી હેરાનગતી કરતા જયુભાઈ માનસિક રીતે અસ્વસ્થ થઇ ગયા હતા અને અંતે વ્યાીજખોરોના અતિશય ત્રાસથી જયુભાઇને ઝેરી દવા પી આપઘાત કરવા જેવું અંતિમ પગલું ભરી લીધું હતું
જીલ્લા પોલીસવડા વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરે
નિષ્ઠાવાન ગણાતા જીલ્લા પોલીસવડા ડો પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જયુભાઈ ના પરિવાર ને સુરક્ષા ની ખાતરી આપવામાં આવે તેમજ ફાટી ને ધુમાડે ગયેલા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે જેથી હવે કોઈ વેપારી ને વ્યાજખોરો ના આતંક થી ભયભીત બની અને જીવ ગુમાવવો ન પડે.