પોરબંદર
અરબી સમુદ્ર માં સર્જાયેલ ડીપ ડીપ્રેશન હવે ચક્રવાત માં ફેરવાયું છે અને તેને “વાયુ” વાવાઝોડું નામ અપાયું છે આ વાવાઝોડા ના પગલે પોરબંદર સહીત સૌરાષ્ટ્ર ના વિવિધ બંદરો એ અગાઉ એક નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું તેની જગ્યા એ બે નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેનો અર્થ એમ થાય છે કે વાવાઝોડું સર્જાયું છે હાલ માં આ વાવાઝોડું ગોવા થી ૩૪૦ કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા માં , મુંબઈ થી ૪૯૦ કિમી ઉતર ઉતર પશ્ચિમ દિશા માં તથા વેરાવળ થી ઉતરે ૫૭૦ કિમી દુર છે અને કલાક ના નવ કિમી ની ગતી થી આગળ વધી રહ્યું છે

પોરબંદર જિલ્લાનાં દરિયા કિનારા તથા ચોપાટી જેવા વિસ્તારોમાં તા.૧૧ જુન થી ૧૫ જુન સુધી પ્રવેશવા પ્રતિબંધ
અરબી સમુદ્રમાં “વાયુ” સાયકલોન ઉત્પન્ન થયેલ હોય જે આગામી દિવસોમાં ગુજરાતનાં દરિયા કિનારા સુધી પહોંચી જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્રારા કરાઇ છે. જેથી તા.૧૧ જુન થી ૧૫ જુન સુધી ચોપાટી જેવા દરિયા કાઠાનાં વિસ્તારોમાં જવા અંગે પ્રતિબંધ દર્શાવતુ જાહેરનામુ બહાર પાડવા પોરબંદર પોલીસ અધિક્ષક દ્રારા દરખાસ્ત થઇ આવેલ છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર એમ.એચ.જોષીએ હુકમ જારી કરી પોરબંદર જિલ્લાના સમગ્ર પોલીસ વિસ્તારના દરિયા કિનારા તેમજ ચોપાટી જેવા વિસ્તારોમાં તા.૧૧ જુનથી ૧૫ જુન સુધી કોઇપણ વ્યક્તિને જવા આવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ ૧૮૮ અન્વયે સજા થઇ શકશે.

વહીવટીતંત્ર વાવાઝોડા ને લઈ ને સજ્જ 

જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા હવામાન ખાતાની આગાહી મુજબ સતત રાજય સરકારના સંપર્કમાં રહેવા સાથે વાયુ વાવાઝોડાને પહોંચી વળવા તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાના ગામોને વિશેષ પણે સાવચેત કરવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટીઓ તેમજ શીક્ષકોને હેડકવાટરમાં રહેવા સુચના આપવામાં આવી છે. તા. ૧૨,૧૩ જુનના રોજ સંભવિત વાવાઝોડા સંદર્ભે સમગ્ર જિલ્લાની શાળા,કોલેજ અને આંગણવાડીઓમાં રજા રહેશે. આ રજા દરમ્યાન તમામ સ્ટાફે ફરજ ઉપર હાજર રહેવાનું રહેશે.
સંભવિત વાવાઝોડામાં રાહત-બચાવ તેમજ જાનમાલની નુકશાનીને અટકાવવા સહિતની બાબતો તેમજ જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા લેયાયેલ પગલા અંગે રાજય કક્ષાએથી વિડીયો કોન્કફરન્સ યોજાઇ હતી. જેમાં દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત થનાર ગામોમાં સલામત આશ્રયસ્થાનો જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા નીશ્ચિત કરી લેવામાં આવ્યા છે. આશ્રયસ્થાનોમાં પ્રા. શાળા, સમાજ અને હાઇસ્કુલો સહિત સલામત સ્થળો રાખવામાં આવ્યા છે. જરુરીયાત જણાયે લોકોને સલામત સ્થળે ખસેડવાના થાય અથવા લોકોને સલામત સ્થળે જવાની સુચના મળે ત્યારે લોકો સહયોગ આપે તે જરૂરી છે તેમ જિલ્લા કલેકટર મુકેશ પંડયાએ જણાવ્યું હતું.
જિલ્લા વહિવટીતંત્રના સબંધિત તમામ વિભાગોને સતર્ક કરવા સાથે માર્ગ મકાન વિભાગ ધ્વારા તાલુકા મુજબ ૭ જેસીબી મશીન, ૧૨ જેટલા લોડર તેમજ ટ્રી કટીંગના સાધનો સહીત તમામ સાધનો સાથે ત્રણ ટીમનું ગઠન કરાયુ છે. આરટીઓ ધ્વારા જરુરી વાહન વ્યવસ્થા માટે ટીમ, આરોગ્ય વિભાગ ધ્વારા તીમ તેમજ રેવન્યુ વિભાગ ધ્વારા રાહત બચાવ માટે ટીમની આગોતરી રચના કરવામં આવી છે. રાહત બચાવના સાધનોથી સજજ એન ડી આર એફ ,એસ ડી આર એફ અને જરૂર જણાયે આર્મી ટીમ પણ પોરબંદર ખાતે તૈનાત રહેશે જેને જરૂરિયાત મુજબ કામગીરી સોંપવામાં આવશે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૨-૬-૧૯ થી ૧૪-૬-૧૯ સુધી ભારે વરસાદ તેમજ તા.૧૩-૬-૧૯ થી ૧૪-૬-૧૯ સુધી ૯૦ થી ૧૦૦ કિ.મી./કલાકની ઝડપે પવનની ગતી રહેવાનની ચેતવણી જાહેર કરેલ છે. વાવાઝોડામાં મદદ માટે નંબર ૧૦૭૭, ૧૧૨ અને જિલ્લાા તથા તાલુકાના કંટ્રોલરૂમનો સંપર્ક કરવો. વાવાઝોડા પહેલા નજીકના વાવાઝોડા આશ્રય સ્થાુનને જાણો વાવાઝોડાની પરિસ્થિકતિમાં શાળાઓને સૌથી શ્રેષ્ઠજ વાવાઝોડા આશ્રય સ્થા ન તરીકે ગણવામાં આવે છે. વિજળી જોડાણો તથા ગેસના જોડાણો બંધ કરવા કોઇપણ કટોકટીની પરિસ્થિાતી માટે આપતિ પ્રતિકારના સાધનો તૈયાર અને સુસજજ રાખો,(ટોર્ચ, ખાવાની વસ્તોસઓ, પીવાનું પાણી, કપડા, રેડીયો વગેરે) દરિયાકિનારાથી નજીકના નિચાણવાળા સ્થકળ અથવા અન્યસ નિચાણવાળા વિસ્તા રોમાંથી દુર જતા રહો. જયારે વાવાઝોડું આવે તે દરમિયાન વાવાઝોડાની ચેતવણી મળતાંજ બધા બારી-બારણાં બંધ કરો અને વર્ગમાં રહો. મજબુત ટેબલ કે ડેસ્કવ નીચે જતા રહો. જો તમે સ્કુબલબસ-ઓટોમાં હોવ અને વાવાઝોડું આવે તો વાહનને સમુદ્ર, વૃક્ષો, પાવરલાઇનો તથા વોટર ક્રોસીંગથી દુર ઉંભુ રાખો અને તેની અંદર જ રહો.ચાલતી વખતે પડી ગયેલ પાવરલાઇનો, નુકશાનગ્રસ્તુ, પૂલો મકાનો તથા વૃક્ષોથી સાવધ રહો અને અજાણ્યા ભરાયેલા પાણીમાં જશો નહી. પીતા પહેલા કલોરીનેટેડ પાણીનો ઉપયોગ કરો અથવા પીતા પહેલાં તેને જંતુમુકત કરવા થોડું પોટેશિયમ પરમેંગેનેટ(ફટકડી)નો ઉપયોગ કરો. અજાગ્યાર પાણીમાં જવાનું સાહસ ન કરવા સહિતની બાબતે જિલ્લા કલેકટરએ જણાવ્યુ છે.
આ વીડીયો કોન્ફોરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, અધિક કલેકટર એમ.એસ.જોષી, પ્રાત અધિકારી કે.વી.બાટી,ડીવાયએસપી, નાયબ ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.