તસ્વીર-નિકુંજ ચૌહાણ,રાણાવાવ

રાણાવાવ
રાણાવાવ ની વિદ્યાર્થીની એ એન્જીનીયરીંગ કોલેજ માં ગોલ્ડ મેડલ મેળવતા તેના પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
રાણાવાવ ગામની રહીશ મોહિની સુરેશભાઈ વારા નામની યુવતી શહેર ની મજીઠીયા ગર્લ્સ સ્કૂલમાં ધો ૧૦મા ૭૨% સાથે પાસ કરી અને પોરબંદર ની પોલીટેકનીક કોલેજમાં ડીપ્લોમા સિવિલ અભ્યાસક્રમ માં પ્રવેશ મેળવ્યો હતો.ત્યાર બાદ સખ્ત મહેનત કરી મોહિની એ મોરબીની લગધીરસિહજી એન્જિનિયરિંગ કોલેજમા સિવિલએન્જીનીયરીંગ ના ડીગ્રી અભ્યાસક્રમ માં ઉચ્ચતર અભ્યાસમાં એડમીશન મેળવ્યું હતું .અને ત્યાર બાદ અહી પણ તેણે શરુઆત થી જ મન લગાવી અને અભ્યાસ શરુ કર્યો હતો અને દિવસ રાત કરેલી મહેનત અંતે રંગ લાવી છે અને મોહિની એ આ કોલેજમાં સીવીલ એન્જિનિયર તરીકે ઉત્તિર્ણ થવા ઉપરાંત કોલેજમાં સીવીલ વિભાગ મા પ્રથમ સ્થાને આવી ને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો .આ સમાચાર મળતાં મોહિનીના માતા મનિષાબેન અને પિતા સુરેશભાઈ વારા પોતાની આંખમાં હર્ષના આસુંને રોકી શક્યા ન હતા. સીવીલ એન્જિનિયર તરીકે ની જ્વલંત સફળતા મેળવનાર મોહિનીએ શિક્ષણની કારકીર્દી નો યશ માતા પિતાને અર્પિત કરી કોઈ પણ પરિક્ષામાં મહેનત કર્યા બાદ પણ પુરતા ગુણાંકન પ્રાપ્ત ન થાય તો હિંમત હાર્યા વિના પૂરી તાકાત આગામી સમયમાં યોજાનાર પરિક્ષામાં મહેનત કરવા વિદ્યાર્થીઓ ને અપીલ કરી હતી. આ બાબતે વારા પરિવાર સાથે કોળી સમાજનું પણ નામ રોશન કરવા બદલ કોળી સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષા કરવામાં આવી હતી