પોરબંદર
પોરબંદર સમગ્ર અનુસુચિત જાતિ સમાજ દ્વારા કલેકટર ને લેખિત આવેદન પાઠવી અને ગુજરાત રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો પર થતા અત્યાચારો રોકવા તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અંગે આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે
રાજસ્થાનના અલવર ગામે જે અમાન્ય ઘટના બની છે તે નિંદનીય છે, આ બાબતે રાજ્યની સતાધારી સરકાર પણ મૂંગ્ધ અવસ્થામાં જોવા મળી છે, અલવર ગામના અમુક આવારા તત્વો દ્વારા બળજબરી પૂર્વક અનુ.જાતિની દીકરી પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે જે ઘટનાથી સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચકચાર મચી ગયો છે, આ બાબતે પણ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ અમો કરીએ છીએ…
– તા.૧૨/૦૫/૨૦૧૯ ના રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે જયારે દલિત યુવાનનો વરઘોડો નીકળ્યો ત્યારે ગામના કહેવાતા ઉચ્ચ જાતિના લોકોએ તેમને અટકાવવા પ્રયત્નો કર્યો હતો અને તેને કારણે દલિત જાનૈયા અને પોલીસોને ઈજા થઇ હતી, આ બનાવનો જે વીડીઓ માધ્યમોમાં અને સોશિયલ મીડિયા પર જોવા મળે છે, તથા ગામના દલિતો અને ઘટના સ્થળે ઉપસ્થિત અરવલ્લીના Dy.sp ફાલ્ગુનીબહેન પટેલનું વલણ દલિત વિરોધી, પક્ષપાતી અને ગામના ઉચ્ચ વર્ણ તરફ જોવા મળેલ છે, દલિતોને ધમકાવી, અપશ્બ્દો બોલી સમાજના વિરોધમાં હોય તેમ જણાય છે..
– Dy.sp ફાલ્ગુનીબહેન પટેલે દલિત સમુદાયના લોકોને જાહેરમાં અપમાનિત કર્યા છે, દલિત બહેનો સહિતના લોકોને માર માર્યો છે અને દલિત સમુદાયના લોકો સાથે ઉદ્વત વર્તન કરી, અપશબ્દો બોલ્યા છે તેથી તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે

-મહેસાણા જીલ્લાના કડી તાલુકાના લ્હોર ગામે અનુ.જાતિ ના યુવાનના લગ્ન પ્રસંગે ગામમાં વરઘોડો કાઢતા તે ગામના સરપંચની આગેવાનીમાં જે બહિષ્કાર કરવામાં આવ્યો હતો તે બાબતે ગામના સરપંચ થતા જવાદાર લોકો વિરુદ્ધ સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવે
-પોલીસની સમગ્ર ભૂમિકા અંગે પણ તપાસ થાય અને જવાદારો સામે પગલા લેવામાં આવે, પોલીસ દ્વારા આ ઘટનામાં નિષ્ફળતા છુપાવવા અનુ.જાતિના લોકો સામે જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે રદ કરવામાં આવે..
-તાજેતરની લગ્નસરામાં ગુજરાતના ગામડાઓમાં લગભગ ડઝનેક બનાવો દલિતોએ ગામમાં પ્રથમ વખત લગ્નનો વરઘોડો કાઢતા હોવાને કારણે સંઘર્ષ અને હિંસાના બન્યા છે,તે અંગે પોલીસ ફરિયાદો થઇ છે તો દલિતોના બહિષ્કાર પણ થયો છે.
ઉપરોક્ત બનાવો સંદર્ભે પોરબંદર જીલ્લાના સમગ્ર અનુ.જાતિ સમાજમાં ઉગ્ર રોષ વ્યાપેલો જોવા મળે છે. આ બાબતે તાત્કલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર સમાજ દ્વારા કલેકટર ને માંગ કરી હતી આ આવેદન આપવામાં અમરાભાઈ રાઠોડ , ભરતભાઈ શીંગરખીયા , આણંદભાઈ દાફડા , નાથાભાઈ રાઠોડ, સાજણભાઈ મકવાણા , રમેશ વિંઝુડા ,Ex Army ટીમના હરીશભાઈ ડોડિયા, અરશીભાઈ મગરા, યુવાનો કિશન રાઠોડ, રાહુલ ચુડાસમા, રોહન પાંડાવદરા ,રવિ ચાંચિયા, હિરેન ચૌહાણ, મીત શીંગરખીયા, કમલ ડોડિયા, દિનેશ રાઠોડ, વગેરે હાજર રહ્યા હતા