પોરબંદર
રઘુવંશી એકતા પોરબંદર દ્વારા લોહાણા સમાજ માટે સૌ પ્રથમ વખત સમાજ ના બાળકો , યુવાઓ વેકેશન નો સદ્દઉપયોગ કરી અને મોબાઈલ ટીવી થી દૂર થઈને વિવિધ એક્ટીવીટી શીખે તે માટે આ રઘુવંશી સમર કેમ્પ માં મ્યુઝિક , સીંગિંગ ,સ્પોકન ઈંગ્લીશ, દાંડિયા , કેલીગ્રાફી ડ્રોઈંગ , મહેંદી ક્લાસ જેવા વિવિધ કોર્ષો ની ટ્રેનિંગ દરેક કોર્ષ ના અલગ અલગ ટ્યુટરો દ્વારા આપવામા આવશે.
રઘુવંશી સમર કેમ્પ ના શુભારંભ પ્રસંગે સ્થળ ના દાતા અને જ્ઞાતિ શ્રેષ્ઠી મનોજભાઈ ઠકરાર, અનિલભાઈ કારિયા, હસુભાઈ બુદ્ધદેવ, ભરતભાઇ રાજાણી, મોહનભાઇ લાખાણી, ભરતભાઇ મોદી, ધ્રુવ ઠકરાર, કમળાબેન કોટેચા , નગરપાલિકા બાંધકામ કમિટી ચેરમેન નિર્મળાબેન કારિયા, વિગેરે એ આ કાર્ય ને બિરદાવેલ કે આજના સમયની સાથે લોહાણા સમાજના બાળકો,યુવાઓ તાલ મિલાવી અને ડેવલોપમેન્ટ કરે તે માટે આ ખુબ જ જરૂરી કાર્ય રઘુવંશી એકતા દ્વારા કરવામાં આવેલ છે. ટ્યુટરો ખુશી, મહેક,શીતલ, જાનવિ, માનશી, મયુરી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમર કેમ્પનો લાભ લેવા માટે સમર કેમ્પ સ્થળ એ બપોરે 3 થી 7 એમ.જી.રોડ, અલ્હાબાદ બેન્ક ઉપર , ત્રીજા માળે સંપર્ક કરવો. વધુ વિગત માટે 9510579787 સમ્પર્ક કરશો.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રઘુવંશી એકતા ના પ્રેરક હિતેશ કારીયા ની આગેવાની મા રઘુવંશી બહેનો અને ભાઈઓ ની ટીમે જહેમત ઉઠાવી હતી