પોરબંદર
વેકેશન નો સદ્દઉપયોગ કરીને બાળકોને મોબાઈલ ,ટીવી થી દૂર કરીને કંઇક અલગ શીખડાવવા માટે વાલીઓ તત્પર હોય જ છે. ત્યારે અન્ય જગ્યાઓએ ખુબ જ મોટી ફી હોય જે દરેકને પોષાય તેમ ન હોય તેથી રઘુવંશી એકતા પોરબંદર દ્વારા રઘુવંશી લોહાણા સમાજ ના બાળકો , યુવા ભાઈ બહેનો માટે પ્રથમ વખત જ રઘુવંશી સમર કેમ્પ નું આયોજન કર્યું હતું. આ સમર કેમ્પ માં ફક્ત ટોકન ફી મા સતત એક મહિના સુધી વિવિધ કોર્ષ જેવા કે મ્યુઝિક , સીંગિંગ, સ્પોકન ઇંગલિશ,દાંડિયા ક્લાસ, કેલીગ્રાફી ડ્રોઈંગ,મહેંદી , ડાન્સ ક્લાસ માં ખુબ જ મોટી સઁખ્યા માં જ્ઞાતિબંધુઓ જોડાયા હતા જેનો ગઈ કાલે સમાપન સમારોહ યોજાયો હતો જેમાં તમામને સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા.રઘુવંશી સમર કેમ્પ માટે સ્થળ ના મુખ્ય સહયોગી મનોજભાઈ ઠકરાર તરફ થી સેવા મળેલ હતી , સમર કેમ્પના સમાપન સમારોહ માં બાળકો , બહેનો ,ભાઈઓ એ દરેક કોર્ષ માં જે શીખેલ હતું તેનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલ હતું તેમજ તેઓને પ્રોત્સાહિત કરવામાં રઘુવંશી સમાજ ના અગ્રણીઓ માં અનિલભાઈ કારિયા , દિલીપભાઈ ગાજરા , મોહનભાઇ લાખાણી, દિલીપભાઈ ધામેચા, ભરતભાઇ મોદી, કપિલભાઈ કોટેચા , મહાજન મંત્રી રાજુભાઇ લાખાણી , નગરપાલિકા કાઉન્સિલરો શ્રી નિર્મળાબેન કારિયા , સરોજબેન કક્કડ,જસ્મીનાબેન મોદી,નરેશભાઈ લાખાણી, એડવોકેટ ભરતભાઇ લાખાણીએ શુભેચ્છા સાથે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા, સમાપન સમારોહ માટે કલ્યાણ હોલની સેવા રાજુભાઇ બુદ્ધદેવ દ્વારા આપેલ હતી, તેમજ ડીજે દક્ષ નયન તન્ના દ્વારા સાઉન્ડ ની સેવા આપેલ હતી .
કેમ્પ ના ટ્યુટરો ખુશી ઠક્કર , મહેક દત્તાણી, શીતલ પોપટ, મયુરી કારિયા, શીતલ પીઠડીયા, જાનવી રાડીયા,માનસી સિમરીયા, તેમજ મેનેજમેન્ટ ની સેવા આપનાર પલ્લવીબેન તન્ના,રીંકુ અટારા,ચાંદની ઉનડકટ,કાજલ કારિયા,જાનવી લાખાણી,અંકિતા ઉનડકટ,નિશા કોટેચા ઉષાબેન ઠકરાર વિગેરેનો મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બેસ્ટ પર્ફોમન્સ કરનાર પાર્ટીસીપેટ ને ગિફ્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રઘુવંશી એકતાના પ્રેરક હિતેશ કારિયા, પ્રકાશ રૈયારેલા , જયેશ માંડવીયા, યોગેશ ચોટાઈ વિગેરે એ જહેમત ઉઠાવી હતી