પોરબંદર

મૂળ પોરબંદર નો વતની અને ચારેક વરસ થી કેન્યા ની કંપની માં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો એક યુવાન તેની તેની પત્ની સાથે ગત ૧૫ ઓગસ્ટ થી ગુમ થયો હોવાની ફરિયાદ કંપની ના ડાયરેક્ટરે કેન્યા પોલીસે માં નોંધાવી છે ફરિયાદ માં એવું પણ જણાવ્યું છે કે આ યુવાન તેની પત્ની સાથે કંપની નું આઠેક કરોડ નું કરી અને નાસી ગયો છે જો કે યુવાન ના પોરબંદર રહેતા પરિવારજનો એ આ આક્ષેપ ફગાવતા એવું જણાવ્યું હતું કે તેના પુત્ર ને ફસાવવામાં આવ્યો છે જેથી તે હાલ નાસતો ફરે છે
કેન્યા ના નૈરોબી શહેર માં આવેલ શ્રી ગણેશ એપાર્ટમેન્ટ ના ફ્લેટ નં એ-2 માં રહેતા અને કેન મેચ કંપની માં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા મયુર પ્રવીણચન્દ્ર મોઢા (ઉવ ૩૬)એ નૈરોબી ના ક્રિમીનલ ઈન્વેસ્ટીગેશન ડાયરેક્ટર ને લેખિત ફરિયાદ માં એવું જણાવ્યું છે કે ગત ૧૫ ઓગસ્ટ ના રોજ તેની કંપની ના એકાઉન્ટન્ટ જયદીપ રાજુભાઈ થાનકી તેની નોકરી પર આવ્યો ન હતો અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો આથી તેઓ ને કઈ અજુગતું બન્યું હોવાની શંકા જતા જયદીપ સુરક્ષિત છે કે નહી તે જોવા માટે તેના ફ્લેટ પર ગયા હતા પરંતુ ત્યાં પણ તાળું લટકતું જોવા મળતું હતું અને કંપની એ તેને આપેલી કાર પાર્કિંગ માં પડી હતી આથી તેઓએ કાર માં જોતા કાર અને ફ્લેટ ની ચાવી કાર માં જ જોવા મળી હતી જયદીપ એકાએક ગુમ થતા મયુરભાઈ એ તેના સગાસબંધી સહીત ઠેર ઠેર શોધખોળ કરી હતી પરંતુ તેની ભાળ મળી ન હતી ત્યાર બાદ મયુરભાઈ ને શંકા જતા તેઓએ અન્ય એકાઉન્ટન્ટ ની નિમણુક કરી અને કંપની ના હિસાબો તપાસતા તેમાં કેટલીક ગેર્રીરીતીઓ સામે આવી હતી અને કરોડો રૂપિયા ની ગોલમાલ થઇ હોવાનું જણાયું હતું આથી તેઓએ આ ફરિયાદ નોંધાવી છે ત્યાર બાદ મયુરભાઈ એ જયદીપ અને તેની પત્ની પ્રિયા ના ફોટા પણ સોસ્યલ મીડિયા માં વાઈરલ કર્યા છે અને જણાવ્યું છે કે જયદીપ આઠ કરોડ રૂપિયા ની ચોરી કરી નાસી ગયો છે અને કોઈ ને તેની ભાળ મળે તો પોતાના નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે અને કેન્યા પોલીસ માં નોંધાવેલ ફરિયાદ ના નંબર પણ આપ્યા છે.

મયુરભાઈ એ વાઈરલ કરેલી તસ્વીર

જયદીપ ના પરિવારજનો એ આક્ષેપ નકાર્યા
જયદીપ નો પરિવાર પોરબંદર જ રહે છે તેનો સંપર્ક કરતા તેમણે એવું જણાવ્યું હતું કે તેમના પુત્ર ને ફસાવવામાં આવ્યો છે અને ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે જેથી ગભરાટ ના કારણે તેનો પુત્ર અને પુત્રવધુ નાસતા ફરે છે અહી તેઓ પણ બન્ને ની ભાળ મેળવવા પ્રયાસ કરે છે અને હાલ પ્રિયા તથા જયદીપ બન્ને ના પરિવારજનો ચિંતા માં મુકાઈ ગયા છે અને જલ્દી બન્ને સહીસલામત મળી આવે તેવી પ્રભુ ને પ્રાર્થના કરી રહ્યા છે પરિવારે એવું પણ જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા જયદીપ નો ઈમેલ આવ્યો છે જેમાં તેણે એવું જણાવ્યું હતું કે પોતે નિર્દોષ છે અને ફસાવવામાં આવ્યો છે અને હાલ જ્યાં છે ત્યાં સહીસલામત છે તેથી ચિંતા ન કરવા જણાવ્યું છે
આરોપી અને ફરીયાદી બન્ને નજીક ના સબંધી
ફરીયાદી મયુરભાઈ મોઢા અને આરોપી જયદીપ થાનકી બન્ને નજીકના સબંધી થતા હોવાનું જાણવા મળે છે ચારેક વરસ પહેલા જ જયદીપ નૈરોબી જોબ માટે ગયો હતો અને બે વરસ પહેલા તેના લગ્ન થયા હોવાનું પણ જાણવા મળે છે
સાચું શું છે તે તો પોલીસ ની તપાસ માં જ સામે આવશે પરંતુ હાલ તો પોરબંદર માં આ બનાવે ભારે ચર્ચા અને ચકચાર જગાવી છે