પોરબંદર
પોરબંદર મહેર શક્તિ સેના મહિલા મંડળ અવારનવાર વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે આજે કુતિયાણા ના દેવડા ગામે શિશુ મંગલ સંસ્થા ખાતે અનાથ બાળકો માટે બટુક ભોજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ બટુક ભોજન ના કાર્યક્રમ નો સંસ્થા ના ૧૧૦ જેટલા અનાથ બાળકો એ લાભ લીધો હતો .સંસ્થા ની બહેનો બાળકો દ્વારા બોલાતી સમૂહ પ્રભુ પાર્થના માં પણ સાથે જોડાઈ હતી. મહેર શક્તિ સેના મહિલા મંડળ સંસ્થા દ્વારા બહેનો અને બાળકો ના ઉત્કર્ષ માટે આગામી સમય માં પણ કેટલાક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.