પોરબંદર
ભાણવડ નજીક આવેલ સંત શ્રી ત્રીકમાચાર્ય બાપુ ની વાવ ખાતે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું હતું જેમાં જેમા બાપુ ની ધજા,ગાયત્રી હવન ઉપરાંત સત્યનારાયણ ની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યા માં ભાવિકો હાજર રહ્યા હતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ની સાથે સાથે બર્ડાઇ બ્રાહ્મણ મહિલા વૃંદ ની રચના પણ કરવામાં આવી હતી.જેમા મહિલાવૃંદ ના પ્રમુખ તરીકે સમાજસેવા કાર્ય મા સદા અગ્રેસર રહેતા નિમિષાબેન જોષી ની નિમણુંક કરવા મા આવી હતી. સાથે સાથે ટ્રસ્ટીઓ તરીકે હર્ષિદા બેન થાનકી,પ્રીતી બેન જોષી,ગોદાવરી બેન જોષી સેવા આપશે. નિમિષાબેન જોષી એ જણાવ્યું હતું કે આ મહિલા વૃંદ માત્ર પોરબંદર જ નહિ પરંતું દેશ અને વિદેશમાં રહેતા બહેનો સાથે રાખી ને કામ કરશે.પૂજ્ય બાપુ ના સાનિધ્યમાં થયેલી આ રચના બાપુ ના આશીર્વાદ થી સમાજ ના ઉત્કર્ષ માટે સદા તત્પર રહેશે.એવી લાગણી હષિઁદાબેન થાનકી એ વ્યકત કરી હતી. જ્ઞાતિ ના અગ્રણીઓ એ તમામ બહેનો ને અભિનંદન પાઠવ્યા હતા.