પોરબંદર
પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ ની મહિલા પાંખ દ્વારા ઇન્ડોર ગેમ્સ નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યા માં બહેનો એ ભાગ લીધો હતો

સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા બહેનો માટે વિવિધ રમતો (ઇન્ડોર ગેમ્સ)નુ આયોજન કરવામાં આવ્યું હતું અને બહેનો ખૂબજ ઉત્સાહ થી આ કાયૅક્રમ મા ભાગ લીધો હતો, કાયૅક્રમ ની શરૂઆત બહેનો એ પ્રાર્થના થી કરી હતી, હાલ માં બાળકો ને વેકેશન ચાલી રહ્યું છે, બહેનો ને ખાસ વેકેશન કે રજા તો હોતી નથી અને આખો દિવસ કામ માં વ્યસ્ત રહેતા હોય છે,ઘર પરિવાર અને બાળકો ની જવાબદારી પણ હોય છે તો વેકેશન માં રુટીન કામ માંથી થોડુ ચેન્જ મળે અને આનંદ નીરાંત અને હળવાશ માણી શકે તે માટે આ કાયૅક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાયૅક્રમ મા બહેનો જુદી જુદી રમતો રમ્યા હતા, અંતાક્ષરી,ફિસફોન,પાસીગ ધ પાર્સલ,ટમેટું. ટમેટું , મ્યુઝિકલ ચેર વગેરે રમતો રમ્યા હતા અને બહેનો એ ખૂબ જ આનંદ કર્યો હતો,
અત્યાર ના સમય માં આખો દિવસ બધા મોબાઈલ અને ટી.વી.મા વ્યસ્ત રહેતા હોય છે ત્યારે આ વિસરાઈ ગયેલી રમતો ફરી યાદ આવે તે માટે વિવિધ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાયૅક્રમ મા મોટી ઉમર ના વડિલ બહેનો એ પણ ભાગ લીધો હતો અને તેમના બાળપણ ના દિવસો ને યાદ કર્યા હતા ઉપસ્થિત બહેનો એ આ પ્રકારના કાર્યક્રમ ને ખુબ જ વખાણ્યો હતો અને તેમના પ્રતિભાવો આપ્યા હતા કે આવા કાયૅક્રમો સમયાંતરે થવા જોઈએ જેથી કરીને બહેનો ને રુટીન કામ માંથી ચેન્જ મળે.આ કાયૅક્રમ ને સફળ બનાવવા યુવા પાંખ ના કારોબારી સભ્ય શુભમભાઈ ઠાકર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,
આ કાયૅક્રમ મા જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર ની સાથે અશમીતા બેન જોશી, ભાવનાબેન રાવલ, જાગૃતીબેન પંડ્યા,નયના બેન થાનકી વગેરે બહેનો દ્વારા સુન્દર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાયૅક્રમ મા સમસ્ત બ્રહ્મસમાજ ના રાણાવાવ, છાંયા શહેર, તથા પોરબંદર ના બહેનો એ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.