પોરબંદર
પોરબંદર ક્રાઈમ બ્રાંચ ના સાયબર સેલ માં છેલ્લા વીસ વરસ થી ફરજ બજાવી અને અનેક મહત્વ ના કેસો માં ગુન્હા ના ભેદ ઉકેલવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કર્મચારી નું તાજેતર માં દિલ્હી ખાતે સન્માન કરાયું હતું .તેમની આ સિદ્ધિ બદલ આગામી સમય માં પોરબંદર ખાતે પણ તેમનું સન્માન કરવામાં આવશે

પોરબંદર જીલ્લા પોલીસબેડા માં રાજેન્દ્રભાઈ ભગવાનજી જોષી છેલ્લા ૨૮ વરસ થી ફરજ બજાવે છે અને છેલ્લા વીસ વરસ થી જીલ્લા ની અતિ મહત્વ ની કહી શકાય તેવી લોકલ ક્રાઈમ બ્રાંચ માં ટેકનીકલ એક્સપર્ટ તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા છે જીલ્લા માં બનતા ચર્ચાસ્પદ,અતિ ગંભીર અને પેચીદા ગુન્હાઓ નો ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાંચ સતત કાર્યરત હોય છે તેમાં રાજેન્દ્રભાઈ જોશી એ પોતાની વિશેષ ટેકનીકલ આવડત, અંગત સૂઝ અને કુનેહ થી ખુબ જ ગંભીર ગુનાઓને સફળતા પૂર્વક ઉકેલવામાં મહત્વ ની ભૂમિકા ભજવી અને પોરબંદર જીલ્લા પોલીસ નું નામ રોશન કરેલ છે.રાજેન્દ્રભાઈ સતત કાર્યશીલ રહેવામાં તેમજ સાથી પોલીસ મિત્રો ને સતત મદદરૂપ થવાના સ્વભાવ ના હોવાથી તેઓની કાર્યપધ્ધતી ની સુવાસ માત્ર જીલ્લા કે ગુજરાત રાજ્ય પુરતી મર્યાદિત ન રહેતા રાષ્ટ્રીય કક્ષા એ દિલ્હી ખાતે તાજેતર માં નેશનલ પોલીસ ગ્રુપ દિલ્હી નાં ઉપક્રમે દિલ્હી નાં એ. એસી.પી રમણ લાંબા દ્વારા પોલીસ ને ટેકનીકલ બાબતો માં મદદરૂપ થવા અંગે તેમનાં વરદ હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજેન્દ્રભાઈ એ પોરબંદર જિલ્લા પોલીસ બેડાનુ, સાથોસાથ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જિલ્લા નું પણ ગૌરવ વધારેલ છે. જેથી તેમનું ભવ્ય સન્માન પોરબંદર જીલ્લા પરશુરામ સેનાના સેનાપતિ પ્રેમશંકરભાઈ પી.જોષી નાં સૌજન્યથી આગામી તા.૧૩/૭/૧૯ શનિવારના રોજ સાંજ ના ૬ કલાકે શ્રી ઔદીચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ, એરપોર્ટ પાસે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર ને ઉપસ્થિત રહેવા સ્નેહ સભર આમંત્રણ આપવામાં આવ્યું છે
પોરબંદર પોલીસબેડા માં રાજેન્દ્રભાઈ ની તેજસ્વી કારકિર્દી ની એક ઝલક
રાજેન્દ્ર જોષી મુળ બખરલા ગામના વતની છે. સને ૧૯૯૧માં પોરબંદર જીલ્લા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયેલ છે. અને હાલ એ.એસ.આઇ. તરીકે સાયબર સેલમાં ફરજ બજાવે છે.રાજેન્દ્ર જોષી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે, બાહોશ છે તેમજ તેઓની ફરજો નિષ્ઠાેપૂર્વક બજાવે છે. તેઓની ૨૮ વર્ષની નોકરી દરમ્યાન તેઓની નોકરી પ્રત્યેેની નિષ્ઠા, કઠોર પરિશ્રમ, જ્ઞાન વગેરેના કારણોસર ૫૦૦ થી વઘુ ઇનામો મેળવેલ છે. પોરબંદર જિલ્લા નો ઇતિહાસ જોતા અગાઉ ગેંગ-વોરથી ખરડાયેલ. પોરબંદર પોલીસના કઠોર પરિશ્રમથી આ ગેંગ-વોર કાબુમાં લેવામાં આવેલ.રાજેન્દ્ર જોષીએ આ પ્રયાસમાં હરણફાળો આપેલ છે. તેઓ ટેકનીકલ એનાલીશીસ્ટ અંગેનું ઘણું સારૂં જ્ઞાન તેઓ ધરાવે છે. તેઓની ૨૮ વર્ષની નોકરીના કાર્યકાળ દરમ્યાન  તેઓએ ૬૦ જેટલા ગેરકાયદેસર હથિયારો/દારૂગોળો શોધી કાઢવામાં સહાયતા કરેલ છે. ખુન, ખુનની કોશિષ, ચોરી, લુંટ, ગેરકાયદેસર હથિયાર ધારણ તેમજ ખુંખાર નાસતા ફરતા આરોપીઓ ૨૧૭ ગુન્હેટગારોને પકડવામાં તેઓએ સહાયતા કરેલ છે. તેઓએ ૨૨૭ જેટલા મિલ્કત સંબંધી ગુન્હાસઓ શોધવામાં અને તેમાં રૂ. દોઢ કરોડથી વઘુ કિંમતનો મુદામાલ પરત મેળવવામાં સહાયતા કરેલ છે.
આંતરરાજ્ય ચેઇન સ્નેચીંગ ગેંગ કે જેઓ વૃધ્ધ માણસોને નિશાન બનાવતા હતાં તે ગેંગને માહે સપ્ટેમ્બર, ૨૦૦૮ દરમ્યાઓન પકડી પાડવામાં સહાયતા કરી રૂપિયા એકસઠ લાખથી વઘુના ઓરીજનલ સોનાના દાગીના હરેશ તેજા ગેંગના પાંચ સભ્યોં પાસેથી પકડી પાડવા સહાયતા કરેલ. સદરહુ કેસમાં અન્યન જિલ્લાશઓના ૧૦૦ થી વધુ ગુન્હા ઓ શોધાયેલ અને આ સમગ્ર પ્રક્રિયામાં રાજેન્દ્ર જોષીએ સહાયતા કરેલ. રાજેન્દ્ર ભગવાનજી જોષી દ્રારા ત્રણ ખુનનો (ત્રીપલ મર્ડર) ગુન્હોટ કે જે પોરબંદરમાં તા.૦૧/૦૩/૨૦૦૯ રોજ જહેર થયેલ તે શોધી કાઢવામાં સહાયતા કરેલ. આ કેસમાં ભોગ બનનાર પોલીસ કોન્સ્ટેાબલ તેમજ તેના કુટંબના સભ્યો હતા જે ત્રીપલ ખુનનો ગુન્હોા નિર્દયતાપૂર્વકનો ખુનનો ગુન્હોત હતો. આ ગુન્હોત ખુબજ સંવેદનશિલ અને અટપટ્ટા પ્રકારનો ગુન્હોમ હતો કે જેણે મીડીયા તેમજ આમ જનતામાં ખુબજ લક્ષ ખેંચેલ જે ગુન્હો શોધી કાઢવામાં સહાયતા કરવામાં તેઓએ સખ્ત પરિશ્રમ કરેલ અને આ ગુન્હોષ સજામાં પરિણામેલ જેમાં મુખ્ય આરોપીને આજીવન કેદની સજા થયેલ. પોરબંદર જિલ્લામાં ૧૦ કુખ્યાુત ગેંગો અસ્તિનત્વ માં હતી જેમાં કુલ ૪૦૫ જેટલા સભ્યોલ હતા. ઘણા કુખ્યાંત ગેંગ લીડર અથવા તેના સભ્યો એ ખુન, ખુનની કોશિષના ગુન્હાકઓ કરી લાંબા સમય થયા ફરાર હતા. આવા કુખ્યાંત ગેંગ લીડર/સભ્યોોને ગુજરાત રાજ્ય અને અન્ય‍ રાજ્યોમાંથી પકડી પાડવામાં આવેલા. જેમાં રાજેન્દ્ર જોષીએ આ નાસતા ફરતા આરોપીઓને પકડવામાં સહાયતા કરેલ. માહે નેવેમ્બ.ર ૨૦૧૧ દરમ્યાદન એક ગુન્હોર લુટ સાથે ખુનનો બનવા પામેલ જેમાં ભોગ બનનાર મણીબેન નેભા ગોસીયા તેમજ તેની પુત્રી જલ્પા૧નુ ખુન કરી સોનાનો ચેઇન તથા બે સોનાની વીંટીની લુટ ચલાવવામાં આવેલ જે ગુન્હોલ શોધી કાઢવામાં તેમજ સોનાના દાગીના પરત મેળવવામાં રાજેન્દ્ર જોષી દ્રારા સહાયતા કરવામાં આવેલ.
સને ૨૦૧૨ વર્ષમાં મેરામણ લીલા આગઠનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયેલાનું પ્રથમ દ્રષ્ટીએ જણાયેલ જે બનાવમાં ઉંડાણપુર્વક તપાસ કરી બનાવ ખુનનો હોવાનું શોધી કાઢી તમામ આરોપીઓને પકડવા સહાયતા કરેલ તેમજ સને ૨૦૧૨ દરમ્યાન તેઓએ જુલાઇ માસ દરમ્યાન ૨૦ વાહન ચોરી (પોરબંદર તેમજ જુનાગઢ જિલ્લા) ના ગુન્હાઓ શોધી કાઢવામાં સહાય કરેલ તે સને ૨૦૧૪ દરમ્યાન તેઓએ ફેબ્રુઆરી માસમાં ૦૮ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવામાં સહાય કરેલ તેમજ ૧૫ ઘરફોડ ચોરીના ગુન્હાઓ કે જે ૨૦૦૪ થી ૨૦૧૦ દરમ્યાન બનેલ તે શોધી કાઢવામાં સહાય કરેલ. આ સિવાય એસ.ટી.બસોમાં મુસાફરોને બેભાન કરી લુંટ કરવાના ગુન્હાઓના મુખ્ય સુત્રધારને પકડી પાડી ગુજરાત રાજ્યના કુલ ૦૫ ગુન્હાઓ શોધી કાઢવામાં સહાય કરેલ.
તા.૨૯/૦૫/૨૦૧૫ ના રોજ વહેલી સવારના ત્રણ વ્યક્તિઓના ખુનનો ગુન્હો પોરબંદર જિલ્લાના છાંયા ગામ ખાતે બનવા પામેલ જે ગુન્હો ગણત્રીના કલાકોમાં શોધી કાઢવામાં આવેલ જે કામે પણ તેઓએ સહાય કરેલ. મોકર ગામના સરપંચ તેમજ તેના ભત્રીજાનું અપહરણ કરવામાં આવેલ અને તેઓને છોડવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવેલ અન્યથા તેઓને મારી નાખવાની ધમકી આપેલ. જે અંગે આરોપીઓની શોધખોળ આદરેલ અને ભોગ બનનારને છોડાવવામાં સફળતા મળેલ જે ગુન્હો શોધી કાઢવામાં પણ રાજેન્દ્ર ભગવાનજી જોષીએ સહાય કરેલ.
આ ઉપરાંત ગેર કાયદેસર શેર ડબ્બા ટ્રેડીંગ ચલાવી દેશને આર્થિક નુકશાન પહોંચાડતા ઇસમોને શોધી કાઢી કુલ ૦૫ ગુન્હાઓ દાખલ કરાવવાની કામગીરીમાં અગત્યની કામગીરી કરેલ છે. તેમજ સને ૨૦૧૧ થી ૨૦૧૬ દરમ્યાન અરજી તપાસો ઉપરથી ઇન્ફોરમેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કુલ ૦૩ ગુન્હોઓને ડીટેક્ટ કરી આરોપીઓને રાજેન્દ્ર જોષીએ શોધી કાઢેલ છે.સને ૨૦૧૬ વર્ષમાં ગોસાબાગ આર.ડી.એક્સ. લેન્ડીંગ કેસ સહિત કુલ-૦૫ ગુન્હામાં ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપી જુશબમીંયા ઉર્ફે દાદલીમીંયા ઇસ્માઇલમીંયા ઉર્ફે પંજુમીંયા બુખારીને તા.૦૩/૦૯/૨૦૧૬ ના રોજ વિરાર, પાલધર જીલ્લો, મહારાષ્ટ્રમાંથી શોધી કાઢવાની અગત્યની કામગીરી છે. આ સિવાય તાજેતરમાં રીણાવાડા ગામે બનેલ વનીતાબેનના ખુન કેસમાં અગત્યની કામગીરી કરી ગુન્હો ડીટેકટ કરવામાં યોગદાન આપેલ છે.
ગુજરાત રાજયના ડીજીપી દ્વારા અગાઉ તેમને ”સાયબર કોપ” નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
સને ૨૦૧૮ ના જુલાઇ માસમાં જયપુર રાજસ્થાન ખાતે નેશનલ પોલીસ ગ્રુપ દ્વારા સન્માનીત કરવામાં આવેલ છે.
નેશનલ પોલીસ ગ્રુપ વિશે
નેશનલ પોલીસ ગ્રુપ એ સમગ્ર દેશના પોલીસ અઘિકારીઓનું સોશ્યિલ મીડીયાનું ટેલીગ્રામ ગ્રુપ છે જેમાં કોન્સ્ટેબલથી આઇજીપી સુઘીની રેન્કના અઘિકારીઓ જોડાયેલ છે. આ ગ્રુપ માં ગુજરાત પોલીસના ૩૦૦ જેટલા પોલીસ અઘિકારીઓ જોડાયેલ છે.