પોરબંદર
સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા નવરાત્રી ને અંતર્ગત રાસ ગરબા નુ આયોજન શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ના પટાંગણમાં કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા સૌ બહેનો એ મોટી સંખ્યામાં ખૂબ જ ઉત્સાહ થી ભાગ લીધો હતો, અને માં જગદંબાની ભક્તિ અને આરાધના કરી હતી.
જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર તરફ થી ઉપસ્થિત સૌ ને કાપડ ની થેલી નુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ગરબા ઉત્સવ ની સાથે સાથે પર્યાવરણ બચાવો પ્લાસ્ટિક હટાવો નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો ઉપસ્થિત સહુ બહેનો એ સ્વચ્છતા અભિયાન ની સાથે પ્લાસ્ટિક હટાવી પર્યાવરણ બચાવવા સંકલ્પ પણ કર્યો હતો.
આ કાર્યક્રમ મા સમસ્ત બ્રહ્મસમાજ ના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવે, શહેર પ્રમુખ અશ્વિન ભાઈ ઠાકર શાસ્ત્રીજી ભીમ ભાઈ જોશી , શ્રીધરભાઈ પુરોહિત, કિશોર ભાઈ પંડ્યા વગેરે સમાજ ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.યુવાપાખ ના સભ્ય શુભમ ભાઈ ઠાકર અને બીપીનભાઈ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર ની સાથે છાંયા શહેર પ્રમુખ રુતાબેન જોશી, રાણાવાવ શહેર પ્રમુખ નીકિતાબેન ટેવાણી, દિપાલી બેન ભટ્ટ, અસ્મિતા બેન જોશી કિર્તીબેન પુરોહિત નયનાબેન થાનકી, ઉષાબેન મોકરીયા વગેરે મહિલા પાંખ ના બહેનો એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી આયોજન થી લઈને સમાપન સુધી સૌ ના સાથ અને સહકાર થી તથા સુવ્યવસ્થિત આયોજન થી સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો.