પોરબંદર
પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજીત સ્પોકન ઈંગ્લીશ વર્કશોપ નું ગઈ કાલે સમાપન કરાયું હતું જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને આગેવાનો ના હસ્તે સર્ટીફીકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો
નીરજબેન રણછોડભાઈ શિયાળ જે વિશ્વ ની ૧૯ જેટલી ભાષા જાણે છે, અને અમદાવાદ એચ.કે. કોલેજ માં ફોરેન લેગ્વજ ડીપાર્ટમેન્ટ માં ભાષા, ટ્રાન્સલેટર તરીકે કાર્ય કરે છે, તેમના દ્વારા તા. ૨૦/૦૪/૨૦૧૯ થી, ૧૦/૫/૨૦૧૯ સુધી કુલ ૨૦ દિવસ સુધી સ્પોકન ઈંગ્લીશ વર્કશોપ કરાવવામાં આવેલ. વર્કશોપ માં ભાગ લેનાર વિધાર્થીઓ ને તા. ૧૬/૦૫/૨૦૧૮ ના રોજ સાંજે ૭-૦૦ કલાકે સાગરભુવન ખાતે સર્ટીફીકેટ વિતરણ નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ, અને વિધાર્થી ભાઈઓ-બહેનો હાજર હતા. ખારવા સમાજના આગેવાનો દ્વારા વિધાર્થીઓને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ ના હસ્તે પ્રોફેસર નિરજબેન ને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા