પોરબંદર
પોરબંદર શહેર માં ટીચર્સ ડે ની અવનવી રીતે ઉજવણી કરાઈ હતી જેમાં લીઓ ક્લબ પર્લ્સ દ્વારા ઓનલાઈન નિબંધ સ્પર્ધા નું આયોજન કરાયું હતું તો રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા વકતૃત્વ સ્પર્ધા,ગ્રીટિંગ કાર્ડ સ્પર્ધા સહીત ના કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યા માં સ્પર્ધકો એ તેમાં ભાગ લીધો હતો
પોરબંદર ની લિયો ક્લબ પર્લ્સ દ્વારા ટીચર્સ ડે ની ઉજવણી ના ભાગ રૂપે એક ઓનલાઈન નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ ખુબ સફળ રહ્યો હતો.શિક્ષક દિન ને ધ્યાને રાખી ને આયોજિત કરાયેલી આ સ્પર્ધા માં અવનવા વિષય પર નિબંધ લખવા માટે શહેરભર માં થી કુલ ૮૫ થી વધુ લોકો એ ભાગ લીધો હતો.લિયો ક્લબ ના પ્રમુખ ચાંદની ઉનડકટ ના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા હમેશા કઈક અલગ અને અવનવી પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે નિબંધ સ્પર્ધા એ ખુબ જુનો કોન્સેપ્ટ હોવાથી આજ ના યુગ ને અનુરૂપ એટલે કે ઓનલાઈન લખી ને મોકલવાના નવા કોન્સેપ્ટ સાથે જોડવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તેમજ પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય વિજેતા ને ઇનામ આપી અને સન્માનિત કરાયા હતા.સમગ્ર કાર્યક્રમ ના મુખ્ય સ્પોન્સર ગો ટુ સ્ટેશનરી મોલ ના રાજુભાઈ લાખાણી કે જેઓ આ ક્લબ ના એડવાઈઝર પણ છે તેઓ હતા આથી તેમનો લીઓ ક્લબ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા લાયન વિજયભાઈ ઉનડકટ ,પોરબંદર ના જાણીતા સિંગર અને એન્કર જાહીદભાઈ નાગોરી,જેસીઆઈ ના સ્થાપક પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા ,તથા નિધીબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ ચાંદની ઉનડકટ,સેક્રેટરી કાજલ કારિયા,ટ્રેઝરર લિયો મનાલી મજીઠીયા ,ઉપ પ્રમુખ ભક્તિ ચંદાની,આઈપીપી લિયો ખુશ્બુ ઉનડકટ ,અન્ય સભ્યો માં લિયો નૈના લોઢીયા,લિયો દીપ્તિ કારિયા અને લિયો ઋષિકા હાથી સહીત લીઓ પર્લ ની સમગ્ર ટીમે ખુબ મહેનત કરી હતી. રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા પોરબંદર ની 12 શાળાઓ માં શિક્ષણ દિન ની અનોખીરીતે ઉજવણી કરાઈ

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન શિક્ષણ ક્ષેત્રે બાળકો નો વિકાસ   થાય તે માટે વિવિધતમ કાર્યક્રમો ની આયોજન પોરબંદર ની સ્કૂલો માં કરતા રહે છે જેના ભાગરૂપે 5 મી સપ્ટેમ્બર ના રોજ પોરબંદર ની 12 સરકારી અને ખાનગી શાળાઓ માં શિક્ષણ દિન ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ. શિક્ષણ દિન નું મહત્વ તેમજ માનવજીવમાં શિક્ષક નું મહત્વ પર વકૃત્વ સ્પર્ધા ના આયોજન માં ભાગ લેનાર કુલ 260 વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક દિન વિષય પર ગ્રીટિંગ કાર્ડ બનાવવાની સ્પર્ધા માં ભાગ લેનાર 175 વિદ્યાર્થીઓ તેમજ શાળા માં શિક્ષક દિન માં માં ભાગ લેનાર 250 જેટલા વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવેલ. શાળા ના બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.