ફાઈલ તસ્વીર

પોરબંદર
લોકસભા 2019ની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની મહત્વની પોરબંદર બેઠક પર આ વખતેનો જંગ રોચક બની રહેવાનો છે.પાટીદાર મતદારો ની વધુ સંખ્યા વચ્ચે ત્રણ ત્રણ પાટીદાર ઉમેદવારો હોવાથી પાટીદાર મતો નું વિભાજન થશે અને જીત નો તમામ દારોમદાર પોરબંદર અને કુતિયાણા વિસ્તાર ના મતદારો ના મિજાજ પર નિર્ભર છે. ત્યારે કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા આ વખતે પોરબંદર લોકસભા બેઠક પર કિંગ મેકર ની ભૂમિકા ભજવે તેવું જણાઈ રહ્યું છે.

પોરબંદર બેઠક પર છેલ્લી બે ટર્મથી વિઠ્ઠલ રાદડીયાનો દબદબો રહ્યો હતો. પણ હવે જ્યારે નાદુરસ્ત તબિયતને કારણે રાદડિયા આ વખતે લોકસભા નહીં લડે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ નવા ચહેરાઓ પર પોતાનો દાવ અજમાવ્યો છે. અને કોંગ્રેસમાંથી લલિત વસોયા અને ભાજપમાંથી રમેશ ધડુકને મેદાનમાં ઉતર્યા છે. ત્યારે બને પક્ષો જીતનો તો દાવો કરી રહ્યા છે પણ જીત એટલી આસન નથી. એ બન્ને ઉમેદવારો સારી રીતે જાણે છે. જેથી હવે પોરબંદર બેઠક જીતવા માટે બન્ને નેતાઓએ શક્તિશાળી તાકાતોનું લોબિંગ શરૂ કર્યું છે.કારણ કે પોરબંદર અને કુતિયાણા બન્ને વિધાનસભા સિવાય ની પાંચેય વિધાનસભા માં પાટીદાર મતદારો ની સંખ્યા વધુ હોવાથી તેનું વધુ વર્ચસ્વ જોવા મળે છે પરંતુ આ વખતે બન્ને મુખ્ય પક્ષ ના ઉમેદવાર પણ પાટીદાર છે ઉપરાંત અપક્ષ ઉભેલી રેશમા પટેલ પણ પાટીદાર છે ત્યારે પાંચેય વિધાનસભા બેઠક ના પાટીદાર મતો નું વિભાજન થશે. મતો ના ભાગલા પડશે. આથી જીત નો મુખ્ય આધાર પોરબંદર અને કુતિયાણા બેઠક ના મતદારો ના મિજાજ પર નિર્ભર છે.
પોરબંદર સીટ જીતી દિલ્લી લોકસભામાં બેસવાનો રસ્તો પોરબંદરના કુતિયાણા થઈને જાય છે ત્યારે કુતિયાણાની ગાદી પર બેસેલા મહેર સમાજ અને NCPના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની ભૂમિકા કેન્દ્ર સ્થાને રહેશે. બન્ને નેતાઓ પણ કાંધલભાઈ જાડેજાની તાકાતથી સારી રીતે પરિચિત છે માટે બન્ને ઉમેદવારો સહિત ના લોકોનું ધ્યાન કાંધલ જાડેજા પર કેન્દ્રિત થયું છે કે કાંધલભાઈ જાડેજાનો સાથ ક્યા ઉમેદવારને દિલ્લીની સફર કરાવશે.

પોરબંદર લોકસભા સીટ જીતવી હોઈ તો પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક પર પ્રભુત્વ મેળવવું જીવન જીવવા માટે ઓક્સિજન જેટલું જ જરૂરી બન્યું છે. ત્યારે બંને પક્ષ ના ઉમેદવારોએ હવે કાંધલભાઈ જાડેજાનો સાથ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહત્વનું છે કે કાંધલભાઈ જાડેજા મહેર સમાજના અગ્રણી છે. તેમનું ખાનદાન પણ સમાજ અને વિસ્તારના લોકોની સેવા માટે સમગ્ર જીવન ખપાવી ચૂક્યું છે. અને છેલ્લી 2 ટર્મથી કાંધલભાઈ જાડેજા કુતિયાણા બેઠક ભારે બહુમતીથી જીતી એકચક્રી શાસન કરી રહ્યા છે. ત્યારે કાંધલભાઈ જાડેજાના એક ઈશારે સમગ્ર પોરબંદર લોકસભા બેઠકનું પરિણામ ફરી શકે છે. ત્યારે હવે  ઉમેદવારોએ કાંધલભાઈ જાડેજાનો સપોર્ટ મેળવવા માટે કવાયત હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ધરાસભ્ય કાંધલભાઈ જાડેજા કોના માથા પર હાથ મુકશે.
લોકસભા ચૂંટણી માટે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કાંધલભાઈ જાડેજા કોને ટેકો આપે છે. મહત્વનુ છે કે કાંધલભાઈ જાડેજા મહેર જ્ઞાતિના અગ્રણી છે. . મહેર સમજની વસ્તી પોરબંદર વિસ્તારમાં સૌથી વધુ છે. જાડેજા પરિવાર સાથે સમગ્ર મહેર સમાજ ભાવનાત્મક રીતે જોડાયેલો રહયો છે. રાણાવાવ નગર પાલિકા પર પણ  એનસીપી નો કબજો છે.ત્યારે હવે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો જે ઉમેદવાર પર હાથ રહેશે તે ઉમેદવારની જીત નિશ્ચિત છે