પોરબંદર

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ પોરબંદર મહાનગર દ્વારા આજ રોજ સ્વાતંત્ર્યદિવસ ની પૂર્વસંધ્યા એ “અખંડ ભારત સ્મૃતિ દિવસ”ઉજવણી કરવામાં આવી હતી. દેશની અખંડિતતા, અલંકૃતા અને એકતા અવિરત રહે એ અર્થે દર વરસે આ ઉજવણી કરવામાં આવે છે જેમાં આજે પોરબંદર ના માણેક ચોક ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. જેમા ભારતમાતા નું પૂજન કરવામાં આવ્યું હતું અને અખંડ ભારત હો તે માટે ભારતમાતા ને પ્રાથના કરવામાં આવી હતી અને ગૌરવ પુર્ણ રાષ્ટ્રની અખંડતા માટે શહિદી વહોરનારા શહિદોની સ્મૃતિ કરી દીપ જ્યોત દ્વારા અખંડ ભારત માટે રાષ્ટ્ર ચેતનાનો સંચાર કરવા આહવાન કરાયું હતું. જેમાં મોટી સંખ્યા માં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.