પોરબંદર
ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને રાષ્ટ્રીય સાક્ષરતા મિશન સંસ્થા દ્વારા દરેક કોલેજ કક્ષાની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જેમનો કોલેજ કક્ષાએ ક્રમાંક આવ્યો હોય એમણે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.ગુરુકુળ મહિલા કોલેજ ખાતે યોજાયેલ આ સ્પર્ધામા જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તઓએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે રજૂઆત અને ચર્ચા થી એક વિષયનુ ગહન ચિંતન મળી રહે છે.જેનાથી પરિપક્વતા વધે છે.આ ઉપરાંત કાર્યક્રમમાં રાજ્ય યુવક બોર્ડમા ઝોનના સહ સંયોજક યોગેશભાઈ દવે,નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા,પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ કપીલભાઈ કોટેચા,ચેતનાબેન તિવારી,નેહરુ યુવા કેન્દ્ર સંસ્થાના અજયભાઈ બાપોદરા એ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શિલ્ડનુ અનાવરણ કર્યું હતું.
ડિબેટ સ્પર્ધાનો વિષય ખૂબ રસ ધરાવતો હતો જેમા રાષ્ટ્રવાદ વિરૂધ્ધ મોંઘવારી અને બેરોજગારી આં બંને પાસાઓ વચ્ચે ખૂબ સરસ ચર્ચાઓ થઈ હતી અને આરોપ પ્રત્યારોપનું વાતાવરણ બની ગયું હતું.જ્યારે વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા 1 સરકાર અને તેના કાયદાઓ 2 મારા સપનાની શિક્ષણ નીતિ 3 ભવિષ્યના ભારત માટે મારા વિચારો 4 ગ્રંથો અને પુરાણોમાં દર્શાવેલ નારી સમ્માન અને આજની નારી વિશે વકતૃત્વ સ્પર્ધાનુ આયોજન થયું હતું. ડીબેટના એંકર તરીકે વિપુલભાઈ વ્યાસ રહ્યા હતા અને નિર્ણાયક તરીકે ખાસ પોરબંદરના યુવા કવિ જયભાઈ પંડ્યા એ સચોટ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.ડીબેટમા સ્વામીનારાયણ એમબીએ કોલેજના સ્મિથ જોગિયાં અને વિવેક સિસોદિયા પ્રથમ ક્રમે આવ્યા હતા અને ગોઢાણીયા આઇટી કોલેજની ટીમ ભૂમિ રૈયારેલીયા અને વિક્રાંત થાનકી બીજા નંબરની ટીમ રહી હતી. આ ઉપરાંત આજની નારી વિશે પોતાનું વક્તવ્ય આપીને સ્વામીનારાયણ એમબીએ કોલેજની વિદ્યાર્થીની વરુ શ્રદ્ધા અને ગુરુકુળ મહિલા કોલેજની આદિતી દવે બીજા નંબર પર રહી હતી.સમગ્ર કાર્યક્રમનુ સફળ આયોજન ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કો ઓર્ડીનેટર મયુર બી જોશી દ્વારા કરવામાં આવ્યું હતુ.