પોરબંદર
પોરબંદર માં સમસ્ત રાજપૂત સમાજ દ્વારા વિજ્યાદશમી નિમિતે સરસ્વતી સન્માન સમારોહ,શસ્ત્રપૂજન ,શોભાયાત્રા સહીત ના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યા માં સમાજ ના લોકો જોડાયા હતા

વિજયા દશમી નિમિતે રાજપુત સમાજ ધ્વારા શસ્ત્ર પુજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજપુત સમાજના આગેવાનો પરંપરાગત સાફા ધારણ કરી અને જોડયા હતા અને ઢોલ શરણાઈ સાથે શોભાયાત્રા નીકળી હતી ખીજડા વાળા મામાદેવના મંદીર ખાતે વિધિવત શાસ્ત્ર પુજા કરવામા આવી હતી.
આશુરી શકિત ઉપર દૈવી શકિતો નો વિજય એટલે વિજયા દશમી આ દીવસે રાજપુત સમાજ દવારા પરંપરંગત રીતે શસ્ત્ર પુજા કરવામાં આવ છે. તે મુજબ પોરબંદરમાં રાજપુત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને યુવા રાજપુત સંગઠન ના પ્રમુખ સુર્યદીપસિંહ જાડેજાના આગેવાની હેઠળ શસ્ત્રપુજા ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ રાજપુત સમાજ ખાતે થી એક ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં રાજપુત સમાજના આગેવાનો પરંપરાગત સાફા ધારણ કરી અને જોડયા હતા અશ્વો ની સવારી અને કરતબો સાથે રાજપુતાના ઠાઠા સાથેની આ શોભાયાત્રા શહેરના રાજમાગર્ો ઉપર થી નિકળી હતી અને ત્યાર બાદ ખીજડી પ્લોટ ખાતે આવેલા ખીજડાવાળ મામાદેવના મંંદીર ખાતે આ શોભાયાત્રા પોહંચી હતી ત્યાં રાજપુત સમાજના આગેવાનો ને ભુદેવો કુમકુમ નુ તિલક કયર્ુ હતુ ત્યારદબાદ તલવાર અને અગ્નીશસ્ત્રોની વિધિવત પુજા કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં જીલ્લા પોલીસવડા ડો પાર્થરાજસિહ ગોહીલ ખાસ ઉપસ્થીત રહયા હતા તેમણે પણ શસ્ત્ર પુજા કરી હતી પોરબંદરમાં આજે રાજપુત સમાજ દવારા વિધિવત રીતે શસ્ત્ર પુજા કરવામાં આવી હતી તે દરમ્યાન યુવાનો એ તલવારબાજી કરી અને શોર્યતાની પ્રતિતિ કરવી હતી આ શસ્ત્રપુજાના કાર્યક્રમમાં પોરબંદર રાજપુત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, યુવારાજપુત સંઘના પ્રમુખ સુર્યદીપસિંહ જાડેજા તેમજ પરાક્રમસિંહ જેઠવા,ધર્મન્દ્રસિહ જેઠવા,એલસીબીના પીઆઈ ચુડાસમા,એસઓજીના પીઆઈ હરદેવસિહ ગોહીલ, પીએસઆઈ બી કે ઝાલા, જયેન્દ્રસિહ રાણા, દીવ્યરાજસિહ જેઠવા,મયુરસિહ જાડેજા, રાજદીપસિહ જાડેજા અને જયદીપસિહ જેઠવા સહીતના રાજપુત સમાજ ના આગેવોનો અને યુવાનો જોડયા હતા રાજપુત સમાજ દવારા પરંપરાગત શસ્ત્રપુજા કરી અને ક્ષાત્રીય ધર્મની પરંપરાને ઉજાગર કરી હતી.