પોરબંદર
પોરબંદરમાં પોપટ પરિવાર ના વિદ્યાર્થીઓ ને નિઃશુલ્ક પાઠ્યપુસ્તક વિતરણ કાર્યક્રમ પોપટ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.
પોરબંદરમાં લોહાણા સમાજના સ્થપાયેલ પોપટ પરિવાર દ્વારા તેમના પરિવારના લોકોના ઉત્કર્ષ અને વિકાસ માટે જુદી-જુદી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે પરિવારના જરૂરીયાતમંદ ગરીબ અને નબળા વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિનામૂલ્યે આપવામાં આવે તે માટે સૌના સહયોગ થી આયોજન હાથ ધરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પાઠ્યપુસ્તક વિતરણનો કાર્યક્રમ પોપટ પરિવાર ના પ્રમુખ ગોવિંદજીભાઈ (ભરતભાઈ) પોપટ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ઉપપ્રમુખ શાંતિભાઈ પોપટ, મંત્રી જયેશ ભાઇ પોપટ, ખજાનચી યોગેશભાઈ પોપટ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે પરિવારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આપવામાં આવ્યા હતા.
પ્રમુખ ભરત ભાઈ પોપટ જણાવ્યું હતું કે આજના મોંઘવારીના સમયમાં શિક્ષણ વધુ મોંઘુ થતું જાય છે ત્યારે દરેક પરિવાર ને શિક્ષણ પોસાય તેમ નથી. સ્કૂલ-કોલેજ ની ફી, યુનિફોર્મ, પાઠ્યપુસ્તક અને નોટબુક સહીત સ્ટેશનરી તથા અભ્યાસ દરમિયાન થતો અન્ય નાનો-મોટો ખર્ચ ગણવામાં આવે તો હજારો રૂપીયાનો ખર્ચ વેઠવું પડે છે અને જે ગરીબ તો ઠીક, પરંતુ મધ્યમ વર્ગના લોકોને પણ માંડ-માંડ પોષાતો હોય તેવું જણાય છે ત્યારે પોપટ પરિવારોને મદદરૂપ બનવા ની ભાવના સાથે આ આયોજન થયું છે અને તેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો છે ત્યારે હજુ વધુ આવા કાર્યક્રમો યોજવામાં આવશે અને પરિવારના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.