પોરબંદર

પોરબંદર પોલીસે શંકાસ્પદ બોડીનો
કન્ટેનર કુતિયાણા નજીક હાઇવે પર રોકી રોકી રાખ્યો હતો.જેમા પાછળના ભાગે દરવાજા પર સીલ તથા તાળુ માર્યું હતું.જે ચેક કરવો
જરુરી હોય જેથી પોલીસે ત્યાં જઇને તપાસ કરી હતી
એ ને બીલ માંગતા તેમા પોરબંદર કોલ એજન્સી પ્રા.લી લખેલ હતું .જેમાં વધુ શંકા જતા વધુ પુછપરછ
કરતા તેમાં ઇંગ્લીશ દારૂ ભરેલ હોવાનું જણાવેલ.જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ
બોક્સ નંગ 815 તેમજ છૂટી બોટલ નંગ 143 જે માં કુલ બોટલો નંગ 9863 જેની કિંમત રૂપિયા
3114750 તથા ટ્રક કિંમત રૂપિયા 18 લાખ તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ
49,15,250ના મુદ્દામાલ મળી આવેલ.ટ્રક ચાલક પાબુદાનસિહ અમરસિંહ શેખાવત ઉ.વ.35
રહે રાજપુત મોહલાવાળ અન્તલા, જયપુર,રાજસ્થાન વાળા વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ
કાર્યવાહી હાથ ધરેલ.