પોરબંદર
પોરબંદર પંથક માં અનેક ગામો માં વાવણી બાદ યોગ્ય વરસાદ ન પડતા ખેડૂતો નો પાક નિષ્ફળ ગયો છે જે અંગે વીમા કંપની માં ૨૫ ટકા વચગાળા નું વળતર ચુકવવા ની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં ખેડૂતો ને ચુકવવામાં આવ્યો નથી આથી ગુજરાત કિશાન સંગઠન દ્વારા કલેકટર મારફત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ના નાયબ સચિવ ને આવેદન પાઠવવામાં આવ્યું છે
ગુજરાત કિશાન સંગઠન ના પોરબંદર તાલુકા પ્રમુખ હિતેશ મોઢવાડિયા ની આગેવાની માં કલેકટર ને પાઠવાયેલા આવેદન માં એવું જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એકાદ માસથી અમારા ગામ વિસ્તારના ખેડુતો એ ૧૩ થી ૧૭ જુન વચ્ચે થયેલ વાવણી લાયક વરસાદ દરમ્યાન વાવણી કરેલ પરંતુ લગભગ ૩૮ દિવસ સુધી વરસાદનુ એક ટીપું પણ ન પડતા ખેડુતોને ૨૫% વચગાળાનો પાક્વીમો મળવા પાત્ર હોય ખેડુતોએ વ્યકિતગત. રીતે તથા સામુહિક રીતે માગણીઓ કરેલ આ સમય દરમ્યાન અમારા સંગઠન હેઠળ જુદા જુદા ગામડાઓએ મિટીંગ-બેઠકો- ચર્ચાઓ કરીને ખેડુતોની માંગણીને અનુરૂપ જરૂરી કાગળો,આર ટી આઈ , આવેદન પત્રો વિગેરે આપેલ હતા.મીડીયા અને સમાચાર પત્રોએ પણ ગ્રામ્ય વિસ્તાર માં જઈ ખેડુતોના પાક- પાણીની સ્થિતિ તથા ખેડુતોનો અવાજ મીડીયા મારફત રજુ કરેલ, પરંતુ આ જીલ્લાના અધિકારીઓએ યેનકેન પ્રકારે જુદી-જુદી તરકીબો -ફતવા જાહેર કરીને આજ સુધી ખેડુતોને યોગ્ય ન્યાય મળે તેવા પ્રયત્નો કરેલ નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાર અનુરૂપ કામગીરી કરેલ નથી. છેલ્લે તેઓએ ડી એલ આઈ સી ની સર્વેનો રિપોર્ટ પણ ઓફીસમાં બેસીને વીમા કંપનીને અનુરૂપ ૧૦% નુકશાનની બનાવતો સર્વે જાહેર કર્યો હતો તેની સામે આવેદનપત્ર સામુહિક રીતે ખેડુતો દ્વારા આપવામાં આવ્યું છે. પરંતુ આજ સુધી આ ડી એલ આઈ સી રિપોર્ટને રદ કરીને નવો સર્વે જે ગ્રામ્ય વિસ્તાર માં ત્યાં જઈને કરવાનો હોય તે બાબતે કોઈ કાર્યવાહી થયેલ નથી તેથી ખેડુતોની માગણી મુજબ ખેડુતો ખેતરોનો સર્વે કરીને ૨૫% વચગાળાનો વીમો અપાવવા યોગ્ય હુકમ કરવા રજૂઆત માં જણાવ્યું છે વધુ માં એવું પણ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મુજબ દરેક જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સમિતી બનાવી અઠવાડીયા, પખવાડીક અને માસિક રિપોર્ટ બનાવવા જોઈએ . જે આખી કામગીરી ફકત કાગળ પર જ થતી હોય તેવુ લાગી રહ્યું છે .સર્વે વિગેરે કામગીરી જમીનની રીતે થવી જોઈએ તેમ લાગતુ નથી. ખેડુતોનો પાક બે-ત્રણ વાર નાશ પામેલ હોય તેની જમીન સ્થિતીની નોધ થયેલ. નથી .અધિકારીઓ ખેડૂતો ને ૨૫ ટકા વચગાળાનો વિમો મળવાના અધિકાર સામે વિમા કંપનીને ફાયદો થાય તેવા પ્રવૃતિઓ કરતા હોય તેવી શંકા ખેડૂત વર્ગમાં દેખાય આવે છે.જેથી યોગ્ય નહી કરવામાં આવે તો ખેડુત વિરોધી નિતી સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.તેવી ચીમકી પણ આપી છે