પોરબંદર
પોરબંદર ની આર્ટ ગેલેરી ખાતે ભાવનગર ના ૫ જેટલા જાણીતા ચિત્રકારો ના ચિત્રો નું પ્રદર્શન “ભાવરંગ “ગઈ કાલે સાંજે આગેવાનો ના હસ્તે ખુલ્લું મુકાયું હતું જેને મોટી સંખ્યા માં શહેર ના કલારસિકો એ નિહાળ્યું હતું.અને એક થી એક અદભુત ચિત્રો નિહાળી શહેરીજનો મંત્રમુગ્ધ બની ગયા હતા

પોરબંદર નગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં ભાવનગરના ભાવેણા વિઝ્યુઅલ આર્ટીસ્ટ ગ્રુપ ના 5 ચિત્રકારો હર્ષદભાઈ રાઠોડ,તરુણભાઈ કોઠારી,અશોકભાઈ કાલાણી ,બીપીનભાઈ દવે તથા શોભનાબેન દવે ના 60 જેટલા ચિત્રોનું પ્રદર્શન “ભાવરંગ”શીર્ષક હેઠળ ગઈ કાલે ખુલ્લું મુકાયું હતું આ પ્રદર્શન સુપ્રસિદ્ધ ભાગવદ્દ કથાકાર શ્યામભાઈ ઠાકરના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું,આ પ્રસંગે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા,પાલિકાના સદસ્યો તથા ઇન્ડીયન લાયન્સ ના પ્રમુખ ડોક્ટર સનત જોશી,રાજુભાઇ બુધ્ધદેવ,સુરેશભાઇ સિકોતરા, તેજસભાઈ થાનકી ,ઇનોવેટિવ ગ્રૂપના આર્ટિસ્ટ તથા બહોળા પ્રમાણમાં ક્લાપ્રેમી નગરજનો ઉપસ્થિત રહેલ, ભાવેણા ના સીનીયર કલાકારો ના એક થી એક ચડિયાતા ચિત્રો નિહાળી અને શહેર ના કલાપ્રેમી લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા હજુ આ પ્રદર્શન આવતીકાલે તા.10.06.2019 સુધી શહેર ની જનતા નિહાળી શકશે તેમ ઇનોવેટિવ ગ્રૂપના પ્રમુખ બલરાજભાઈ પાડલિયાએ જણાવ્યું છે