પોરબંદર
સામાન્ય રીતે એક શિવ મંદિર માં એક જ શિવલિંગ જોવા મળે છે પરંતુ પોરબંદર માં ૩૫૦ વરસ જુના શિવ મંદિર માં બે શિવલિંગ તેમજ બે નંદી અને કાચબા જોવા મળે છે પોરબંદર ના આ એક જ મંદિર માં લંકેશ્વર મહાદેવ અને દૂધેશ્વર મહાદેવ એમ બે મહાદેવ બિરાજે છે તેથી જ સમગ્ર ભારતમાં એક માત્ર પોરબંદરમાં આવેલા જોડિયા મહાદેવ તરીકે ઓળખાતા શિવાલયમાં શ્રાવણ માસ માં ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે
ભોળાનાથની ભક્તિમાં લીન થવાનો સમય એટલે શ્રાવણ માસ આ માસમાં શિવભક્તો મહાદેવના મંદિરે જઈને પૂજા અર્ચના અભિષેક કરતા જોવા મળે છે.પોરબંદરના શિવભક્તો માટે શિતલાચોક વિસ્તારમાં આવેલ લંકેશ્વર-દુધેશ્વર મહાદેવનુ મંદિર આસ્થાનુ કેન્દ્ર ગણાય છે.એક જ મંદિર-એક જ ઘુમટની નીચે બિરાજમાન છે મહાદેવના બે શિવલીંગો જેમાં એક છે દુધેશ્વર મહાદેવ તો બીજા છે લંકેશ્વર મહાદેવ,કહેવાય છે કે,લંકેશ્વર મહાદેવની શિવલીંગ સ્વયંભુ પ્રગટ થઈ હતી અને તે 350 વર્ષ કરતા પણ જુની શિવલીંગ છે.તો આ જ મંદિરનો જીર્ણોધ્ધાર અને દુધેશ્વર મહાદેવ મંદિરના શિવલીંગની સ્થાપના તા ૨૫-૫ – ૧૯૧૬ માં રાજમાતા જાલીમાં દ્વારા કરાઈ હોવાનો ઉલેખ્ખ મંદિરમાં આવેલ શિલાલેખમાં જોવા મળે છે.આ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવતા હોય છે તેમાં પણ શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં અવનવા શિવદર્શન અને 100 વર્ષથી જુની આ મંદિરની ચાંદીની અલભ્ય મૂર્તિઓ કે જે શ્રાવણ માસ પુરતી જ મંદિરે લાવવામાં આવે છે અને ત્યાર બાદ ટ્રેજરી ખાતામાં જમાં કરાવી દેવામાં આવતી હોય છે અને જ્યા સુધી આ મુર્તીઓ આ મંદિરમા હોય ત્યા સુધી તેમની સુરક્ષા માટે એક પોલીસ જવાનને મંદિરની બહાર સુરક્ષા વ્યવસ્થા માટે રાખવામાં આવે છે.
પોરબંદરમાં આવેલા પ્રાચિન લંકેશ્વર-દુધેશ્વર મહાદેવના દર્શનાર્થે દરરરોજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.અને એવુ પણ કહેવાય છે કે,લંકેશ્વર મહાદેવના મંદિરે સાત નારીયળ અને ચુંદડી ચડાવી કોઈ પણ મનોકામના કરવામાં આવે તો લંકેશ્વર મહાદેવ તેમની મનોકામના જરુરુથી પૂર્ણ કરે છે.તો દુધેશ્વર મહાદેવને પણ દુધ ચડાવી કોઈ પૂજા અર્ચના કરાતા તેઓની મનોકામના પૂર્ણ થાય છે તેથી શિવભક્તો સવારથી જ અહી પૂજા અર્ચના કરતા જોવા મળે છે.તો એુવુ પણ કહેવાઈ છે કે,સ્વામી વિવેકાનંદ જ્યારે પોરબંદરમાં આવ્યા હતા ત્યારે તેઓએ આ મંદિરના દર્શન કર્યા હોવાનો ઉલેખ્ખ પણ ઈતિહાસમાં જોવા મળે છે. ભારત અને દુનિયામાં એક માત્ર પોરબંદરમાં આવેલા આ જોડિયા શિવાલય પાછળ કોઈ અતિ તાર્કિક અને ચમત્કારિક રહસ્ય હોવાનું માનતા શિવ-ભક્તોમાં આ મંદિરનું મહત્વ કંઈક અનેરૂં જ છે. પરંતુ સુદામાપુરી પોરબંદરમાં પુરાતનકાલ માં બનેલા આ જોડિયા શિવાલયમાં શિવના બે સ્વરૂપ જોડે સ્થાપવા પાછળનો ઈતિહાસ તો આ મંદિરના પથ્થરો જ જાણે છે. પરંતુ જોડિયા શિવાલયની રચના પાછળનું આ રહસ્યમય કારણ કદાચ આજે પણ લોકોને આકર્ષી રહ્યું છે. હાલ તો પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો લંકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ઘન્યતા અનુભવી રહ્યા હોવાનુ જણાવી રહ્યા છે.