પોરબંદર
તાજેતર માં પોરબંદરના સાંસદ રમેશભાઈ ઘડૂક ના હસ્તે જેતલસર અને વીરપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની સગવડતા માટે બનાવાયેલા નવા રેલવે પ્લેટફોર્મ નું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું ઉપરાંત રેલ્વે સ્ટેશન ના પટાંગણ માં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ તકે વેસ્ટર્ન રેલ્વે ના ભાવનગર ડિવિઝન ડીઆરએમ પ્રતીક ગૌસ્વામિ, જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા તથા સેક્રેટરી હરેશભાઈ ગઢિયા એ સાંસદ રમેશભાઈ નો આભાર માનતા જણાવ્યું હતું કે તેમના દ્વારા ટુંકા સમયમાં અથ!ગ પ્રયાસો કરી ભાવનગર રેલ્વે ડીવીઝનનાં બે રેલ્વે સ્ટેશનનાં વિશાળ પ્લેટફોર્મ બનાવવા માંટે પ્રયત્નો કર્યા તેનાં ફલ સ્વરૂપે જેતલસર જંકશન તથા વીરપુર (જલારામ) નાં પ્લેટફોર્મ આવનારા પચાસ વર્ષની જરૂરીયાત પુરી કરે તેવા મોટા બનાવ્યા છે. તે બદલ તેમનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, તેઓ હજુ છ મહિના થયા સંસદ સભ્ય બન્યા હોય, તેમના સમગ્ર મતવિસ્તાર ના પ્રજાજનોના, ખેડૂતોના, ગ્રામ્ય અને શહેરીજનોના પ્રશ્નો ઉકેલવા માં કોઈ કચાશ રાખવામાં નહીં આવે.