પોરબંદર
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં દ્વિવિધ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને શાસ્ત્રોક્ત મુજબ શ્રાવણીની વિધિ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યા માં બ્રહ્મ સમાજ ના લોકો અને સાંદીપની ના ઋષિકુમારો મોટી સંખ્યા માં જોડાયા હતા

પોરબંદરમાં આવેલા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાીપિત સાંદીપનિવિધાનિકેતનમાં દ્વિવિધ કાર્યક્રમ સંપન્ન થયા હતા. વહેલી સવારે શ્રીહરિ મંદિરના પટાંગણમાં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી તો એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદદરવર્ષની જેમ આ વષે શ્રાવણી ઉપાકર્મ વિધિ એટલે કે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ સંપન્ન કરવામા આવી હતી સાંદીપનિના શ્રીહરિ મંદિરનાં પટાંગણમાં વહેલી સવારે શ્રીહરિના મંદિરમાં મંગલા આરતી થયા બાદ સાંદીપનિના ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા દ્વારા ખૂબ જ સન્માન સાથે રાષ્ટ્રધ્વજનું સ્ફુરણ કરવામાં આવ્યું અને ઉપસ્થિત બધા જ લોકો દ્વારા રાષ્ટ્રગીતના ગાન દ્વારા રાષ્ટ્રવંદના કરવામા આવી.ત્યારબાદ સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના છાત્રોએ રાષ્ટ્રપ્રત્યેના મનોગત ભાવો પોતાના વકતવ્ય દ્વારા રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર મજાની નૃત્યની પ્રસ્તુતિ કરવામા આવી.અંતમાં ઋષિકુળ અને ગુરુકુળના પ્રિન્સીપાલ દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું.રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રને ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે આપણું શું કર્તવ્ય છે તે વિશે મનનીય પ્રવચન આપ્યું હતુ.આ પર્વની ઉજવણીમાં સાંદીપનિના ટ્રસ્ટીઓ, ભૂતપૂર્વ છાત્રો,ઋષિકુળ અને ગુરૂકુળના પ્રિન્સીપાલ તેમજ બન્ને વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વતંત્રતા પર્વની ઉજવણી થયા બાદ શ્રાવણી વિધિનો આરંભ કરવામાં આવ્યો. આ વિધિમાં હેમાદ્રિ શ્રવણ, દશવિધિ સ્નાન અને ત્યારબાદ બ્રહ્મયજ્ઞ, દેવ-ત્રશદષિ-મનુષ્ય તર્પણ તથા પિતૃતર્પણ કરીને, ગણપતિ તથા સ્થાપિત દેવી-દેવતોઓનું શાસ્ત્રોકત વિધિ પ્રમાણે પૂજન-અર્ચન કરીને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ કરવામાં આવી હતી. સાથે-સાથે સ્થાપિત દેવી-દેવતાઓના હોમ તથા પ્રધાનદેવતાને હોમ દ્વારા આહૂતિ આપી, અંતમાં આરતી સાથે આ સંપૂર્ણ વિધિ સંપન્ન કરવામા આવી હતી.સમગ્ર વિધિ શાસ્ત્રોકત અને વેદમંત્રોચ્ચાર સાથે સાંદીપનિના પ્રધ્યાપક ફાલ્ગુનભાઈ મોઢા તથા ઋષિકુમારો દ્વારા કરાવવવામાં આવી હતી.આ જનોઈ બદલવાની વિધિમાં પોરબંદર શહેરમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં બ્રાહ્મણો જોડાયા હતા અને તેઓની પ્રસાદની વ્યવસ્થા પણ સાંદીપનિમાં જ કરવામાં આવી હતી તો સાથે-સાથે સાંદીપનિ વિદ્યાનિકેતનના અધ્યાપકો અને ભૂતપૂર્વ તેમજ વર્તમાન ઋષિકુમારો પણ જોડાયા હતા.