પોરબંદર

પોરબંદર ના શિક્ષિકા નું શિક્ષક દિવસે જ ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા તેમની આ સિદ્ધિ બદલ પોરબંદર શિક્ષણ જગત ના અગ્રણીઓએ તેમને શુભકામના પાઠવી હતી
પોરબંદર ની સરકારી રૂપાળીબા શાળા માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રીતીબેન ત્રિભોવનદાસ કોટેચા ને તાજેતર માં શિક્ષક દિવસે ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષક તરીકે નો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા જેં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહીત ના અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં તેઓને સન્માનિત કરાયા હતા.પ્રીતીબેન ને ગત વરસે પોરબંદર જીલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા તેમજ અગાઉ સાંદીપની હરિમંદિર ખાતે તેમને ગુરુ ગૌરવ એવોર્ડ તથા લોહાણા મહાપરીષદ દ્વારા તેમને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ અપાયા છે ઉલ્લેખનીય છે કે પોરબંદર ની રૂપાળીબા કન્યા શાળા માં ૧૯૯૮ થી મદદનીશ શિક્ષક તરીકે સેવારત પ્રીતિબેને ૧૦૦ થી વધુ બાળગીતોની રચના કરી છે ઉપરાંત તેઓને સાહિત્ય અકાદમી તરફથી બાળગીત પુસ્તક માટે પણ પુરષ્કાર અપાયો હતો. ઉપરાંત તેઓ બાળકોનાં સર્જનાત્મક શક્તિના સતત વિકાસ માટે પણ કાર્યરત છે. પ્રીતીબેન ની આ સિદ્ધિ બદલ પોરબંદર શિક્ષણ જગત ના અગ્રણીઓ એ તેમને શુભકામના પાઠવી હતી.