પોરબંદર
પોરબંદર ના એક શખ્શે ગઈ કાલે રાજકોટ ખાતે રહેતી તેની પૂર્વ પત્ની પર એસીડ એટેક કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી

રાજકોટ ના ગોંડલ રોડ પર આવેલી માલવીયા કોલેજ પાછળ કુષ્ણનગર મેઈન રોડ પર સ્વામીનારાયણ ચોક પાસે માવતરના ઘરે રહેતી માયાબેન અશોકભાઈ જોબનપુત્રા નામની મહિલા ગઈ કાલે સવારે સાડા આઠ વાગ્યે પોતાના ઘરેથી પોતાનું મોપેડ લઈ નિકળી હતી અને નોકરી પર જતી વેળાએ ગોંડલ રોડ પર લોધાવાડ ચોક પાસે વિકાસ યામાહાના શો રૂમ પાસે પહોચતા બાઈકપર આવેલા અને પોરબંદરમાં વાડી પ્લોટમાં રહેતો અને શીતલા ચોક ખાતે હળદર મસાલા નો વ્યવસાય કરતો તેનો પતિ પ્રિતેસ પ્રવિણભાઈ પોપટ નામનો શખસ પાછળ આવી માયાબેનને રોકી તેના પર એસીડ ફેંકી હુમલો કરી નાસી ગયો હતો. બાદમાં મહિલાને વાસામાં, અને બંને ખંભા ઉપર એસીડ ઉડાડીને ઈજા થઈ હોવાથી તેણીને પ્રથમ સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની જાણ પોલીસમાં કરવામાં આવતા પોલીસ કાફલો ખાનગી હોસ્પિટલ ખાતે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પોલીસ પુછપરછમાં માયાબેન જોબનપુત્રાએ જણાવ્યું હતુકે તેના લગ્ન પોરબંદરનાં વાડી પ્લોટમાં રહેતા પ્રિતેશ પ્રવિણભાઈ પોપટ સાથે થયા છે. લગ્ન જીવન દરમ્યાન તેને સંતાનમાં બે પુત્રી છે. પતિ પ્રિતેશ શંકા કુશંકા કરતો હોવાથી અને તેની સાથે અણ બનાવ બનતા તેની સાથે ૧૪ માસ પહેલા છુટાછેડા લઇ તેણી પુત્રીઓ સાથે રાજકોટમાં કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલા સ્વામીનારાયણ ચોક પાસે માવતરનાં ઘરે રહેવા આવી ગયા હતા પોતે પ્રાઈવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય આજે સવારે નોકરી પર જવા સવારે ઘરેથી નીકળ્યા બાદ તેનો પતિ પ્રિતેશ પાછળ પાછળ આવી લોધાવાડ ચોક પહોચતા તેણીને અટકાવી તેના પર એસીડ થી હુમલો કરી નાસી ગયો હતો મહિલા એ એવું પણ જણાવ્યું હતું કે છુટાછેડા વખતે તેમની પાસેથી કોઇપણ પ્રકારની રકમ લીધી નથી. પણ તેમને સંતાનમાં બે પુત્રીઓ હોઇ તેના ભરણપોષણ માટે દર મહિને પ્રિતમને દસ હજાર આપવા પડશે તેવું કોર્ટમાં સમાધાન થયું હતું પરંતુ છેલ્લા અઠવાડીયાથી પ્રિતમ રાજકોટ આવી માયા બહેનને છુટાછેડા બાદ હવે સમાધાન કરી લેવાનું કહી હેરાન કરતો હતો. દિકરીઓને ભરણપોષણ આપવું ન પડે એ માટે તે આવું કરતો હોવાનું જણાય છે. આ હેરાનગતી અંગે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે ફરજ પર ની મહિલા પોલીસકર્મી એ તેમને એવું જણાવ્યું હતું કે તમને કોઈ ઈજા થઇ નથી એટલે ફરિયાદ ન થઇ શકે ..જો તે વખતે જ પોલીસે ફરિયાદ લઇ અને કાર્યવાહી હાથ ધરી હોત તો પોતાના પર એસીડ એટેક ન થાત તેવું પણ તેઓએ નિવેદન માં જણાવ્યું હતું 

હુમલો કરનાર પૂર્વપતિ પ્રીતમ ઉર્ફે પ્રીતેશ પોપટ ની ફાઈલ તસ્વીર