શિવમ કેશવાલા ,વિસાવાડા દ્વારા
પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે કેવડેશ્વર મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા, પૂજા-અર્ચના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી કેવડેશ્વર મહાદેવના મંદિરે 52 ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી.
શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ શિવાલયોમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે અને દરેક શિવાલયોમાં પૂજા-અર્ચના સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તથા શિવજીના અલગ-અલગ સ્વરૂપોના દર્શનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે કેવડેશ્વર મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કેવડેશ્વર મહાદેવના મંદિરે 52 ગજની ધજા ચડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈઓ તથા બહેનોએ ઢોલ અને શરણાઈ ના નાદ સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા યોજી હતી અને મહાદેવની ધજાના સામૈયા પણ ગ્રામજનોએ કર્યા હતા તથા મહાદેવ ને અભિષેક પણ કરવામાં આવ્યો હતો.છેલ્લા આઠ વરસ થી આ રીતે મહાદેવ ને ૫૨ ગજ ની ધ્વજા ચડાવવામાં આવે છે
જુઓ આ વિડીયો