પોરબંદર
ગઈ કાલે પોરબંદર થી માછીમારી કરવા ગયેલ ૧૯ નાના પિલાણા માં થી હજુ બે પિલાણા અને તેમાં સવાર દસ ખલાસીઓ નો કોઈ સંપર્ક થઇ શક્યો નથી. તો બીજી તરફ ગઈ કાલે દરિયા માં ભારે તોફાન ના કારણે ગુમ થયેલ પિલાણા ના વધુ ત્રણ ખલાસી ના મૃતદેહ આજે ગોસા ટુકડા નજીક ના દરિયા કિનારે મળી આવ્યા હતા
પોરબંદરના કુલ ૧૯ જેટલા પિલાણા ગઈકાલે નજીકના દરિયા માં માછીમારી માટે ગયા હતા . પરંતુ ભારે વરસાદ અને પવનને કારણે દરિયો તોફાની બનીને ભારે મોજા ઉછળતાં બોટને લંગર નાંખીને માછીમારો દરિયો શાંત થવાની રાહ જોતા હતા, પરંતુ તોફાનની સામે ત્રણ પિલાણા ડૂબી ગયા હતા તેમજ માછીમારો પૈકી ૩ માછીમારો મનીષ લાલજી મસાણી, વસંત ભોવાન ભરાડા અને મુળુ લાખા ના મૃતદેહ ગઈ કાલે નવી બંદર નજીક થી મળી આવ્યા હતા જયારે આજે વધુ ત્રણ મૃતદેહો ટુકડા ગોસા નજીક થી મળી આવ્યા હતા જેમાં આસ્થા નામના પિલાણા ના લક્ષ્મણ ગાંગા બામણીયા (ઉવ ૫૫ રે જાફરાબાદ) જશોદા મૈયા પિલાણા ના બે ખલાસીઓ રમેશ પ્રેમજી આંજણી (ઉવ ૫૦ રે ભીડીયા ,વેરાવળ )તથા શંકર નારણ સોલંકી (ઉવ ૪૮ રે જાફરાબાદ) ના મૃતદેહ આજે મળી આવ્યા હતા.આથી આજે પણ ખારવા સમાજ ના આગેવાનો ,બોટ અને પિલાણા એસોસિએશન ના આગેવાનો સરકારી હોસ્પીટલે દોડી ગયા હતા તો બીજી તરફ ગુમ થયેલા ખલાસીઓ અને પિલાણા ની શોધખોળ માટે કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર ની પણ મદદ લેવામાં આવી રહી છે . હજુ બે પિલાણા દીપસાગર અને રામેશ્વર અને તેમાં સવાર ૧૦ જેટલા ખલાસીઓ નો સંપર્ક થઇ શક્યો નથી જેથી માછીમારો માં ચિંતા ની લાગણી જોવા મળે છે તો બે દિવસ માં છ ખલાસીઓ ના દુર્ઘટના માં મોત થતા ખારવા સમાજ માં શોક નું મોજું ફરી વળ્યું છે.
જુઓ આ વિડીયો