પોરબંદર
પોરબંદર નજીક આવેલ ઘુમલી ગામે આવેલ આશાપુરા માતાજી ના મંદિર જતા રસ્તે દીવાલ પર કેટલાક તત્વો દ્વારા  અભદ્ર લખાણ લખવામાં આવ્યું હતું જે ત્યાં દર્શન કરવા ગયેલા યુવા પરશુરામ સેના ના હોદેદારો તથા પોલીટેકનિક ના વિદ્યાર્થીઓ ના ધ્યાને આવતા તેમના દ્વારા આ અશોભનીય લખાણ દુર કરવામાં આવ્યું હતું.
પોરબંદર થી ૪૫ કિમી દુર બરડા ડુંગર ની ગોદ માં વસેલ ઘુમલી ગામે પર્વત પર આશાપુરા માતાજી નું મંદિર આવેલું છે અહી ઉપર જવા માટે ૭૫૦ જેટલા પગથીયા છે જ્યાં પગથીયા ની શરુઆત માં એક વિરામ સ્થળ બનાવવામાં આવ્યું છે અહી દરરોજ મોટી સંખ્યા માં ભક્તો માતાજી ના દર્શનાર્થે આવે છે તેમજ એક મહત્વ નું પ્રવાસન સ્થળ હોવાથી વિવિધ જગ્યા એ થી પ્રવાસીઓ પણ મોટી સંખ્યા માં આવે છે અહી વિરામ સ્થળ ની દીવાલો માં કેટલાક તત્વો દ્વારા અભદ્ર ભાષા માં લખાણ લખવામાં આવ્યું હતું તો કેટલાક પ્રેમી પંખીડાઓ એ પોતાના નામ અહી કોલસા વડે લખ્યા હતા તો કેટલાક લોકો દ્વારા ખરાબ શબ્દો પણ લખવામાં આવ્યા હતા આજે અહી ફરવા ગયેલ પોરબંદર શહેર યુવા પરશુરામસેના ના ઉપ પ્રમુખ ધાર્મિક મોઢા તથા રાણાવાવ શહેર યુવા પરશુરામ સેના પ્રમુખ દીપેશ થાનકી તેમજ તેના પોલીટેકનીક કોલેજ ના મિત્રો રાકેશ ઓડેદરા,સાવન ગઢવી વગેરે મિત્રો આ અભદ્ર લખાણ જોઈ ને ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ તમામ મિત્રો એ સાથે મળી અને આ લખાણ પર સફેદ કલર કરી અને દૂર કર્યું હતું .યુવાનો એ જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળો પર આવા લખાણો શોભે નહીં..તેથી અમે તમામ મિત્રો એ સાથે મળીને આ કામ કર્યું છે.અને લોકો ને પણ ધાર્મીક સ્થળો અને જાહેર જગ્યાએ આવા અપશબ્દો ના લખવા અપીલ કરી છે