પોરબંદર
પોરબંદર ના મોઢવાડા ગામ નજીક એક રીક્ષા માંથી ચાર સસલા અને બે તેતર ના મૃતદેહ સાથે એક શિકારી ઝડપાયો છે જયારે તેની સાથે રહેલ બીજો શિકારી નાસી છુટ્યો છે .સ્થાનિક ખેડૂત ની જાગૃતિ ના કારણે આ શિકારી ઝડપી લેવામાં આવ્યો હતો
પોરબંદર દ્વારકા રોડ પર આવેલ મિયાણી ગામ ખાતે મેંઢાક્રિક ડેમ આવેલો છે. ડેમ નજીક અવાર નવાર પશુ પક્ષીઓના શિકાર થવાના ભૂતકાળમાં પણ બનાવો બન્યા છે. ત્યારે ફરી એકવાર આજ રોજ બે શિકારી ઓ બપોર ના સમયે પિયાગો રીક્ષા માં શિકાર કરો અને પરત ફરી રહ્યા હતા ત્યારે જાગૃત ખેડૂત ને શંકા જતા મોઢવાડા નજીક આ શિકારીઓ ની રીક્ષા અટકાવી હતી . આ રીક્ષા માં ચાર જેટલા સસલા તેમજ બે તેતર પક્ષી ના મૃતદેહ મળી આવ્યા હતા .ત્યારે આ ખેડૂતે અન્ય લોકો ને એકઠા કરી અને બંને શિકારી ઓ ને પકડવાની કોશિશ કરી હતી પરંતુ એક શિકારી નાસી છુટ્યો હતો. ત્યાર બાદ ખેડૂતે તાત્કાલિક પોલીસ અને વન વિભાગ ના અધિકારોઓ ને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને શિકારી ને ઝડપી લઇ તેની પુછપરછ હાથ ધરતા પોતાનું નામ ધીરુ વિરમ ચુડાસમા હોવાનું અને પોતે નાગકા ગામના દેવીપુજક વાસ માં રહેતો હોવાનું જણાવ્યું હતું અને નાસી છુટેલ શખ્શ તેનો મૂળ રાણા કંડોરણા ગામ નો અને હાલ નાગકા ગામે રહેતો તેનો કૌટુંબિક ભાઈ રાજુ મગન હોવાનું જણાવ્યું હતું આથી વન વિભાગ ના અધિકારીઓએ તમામ મુદ્દામાલ નો અને એક આરોપી નો કબજો લઇ પોરબંદર ના પક્ષી અભ્યારણ ખાતે લાવવામાં આવ્યા હતા જયારે અન્ય આરોપી ને ઝડપી લેવા માટે નાગકા ગામે તપાસ હાથ ધરી છે અને મોડી રાત્રી સુધી માં બીજો આરોપી પણ સંકજા માં આવી જાય તેવી શક્યતા છે. વન વિભાગ ના અધિકારીઓ એ જણાવ્યું હતું કે સસલા તથા તેતર વન વિભાગ ના શીડ્યુલ -૪ માં આવે છે અને આ બન્ને આરોપીઓ ડુક્કર પકડવાનું કામ કરે છે અને ડુક્કર ને ઝડપી લીધા બાદ તેના માંસ નું વેચાણ કરતા હોવાનું પણ આરોપીઓ એ જણાવ્યું હતું વન વિભાગ ની પુછપરછ માં પોતે આ સસલા તથા તેતર પોતાના ઘરે ખાવા માટે જ લઈ જતા હોવાની કબુલાત આપી છે પરંતુ સ્થાનિક લોકો માં બન્ને શખ્સો તેતર ,સસલા અને કુંજ પક્ષી નો શિકાર કરી તેનું વેચાણ માંસ ના શોખીનો ને કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છેકે મિયાણી સહિત આસપાસ ના વિસ્તારોમાં થી અવાર નવાર કુંજ પક્ષીઓ સહીત ના શિકારીઓ ઝડપાય છે ત્યારે આવા શિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માં માંગ ઉઠી છે
કઈ રીતે કરતા શિકાર

ઝડપાયેલા ધીરુ નામના દેવીપુજક સખ્શે વન વિભાગ ને એવું જણાવ્યું હતું કે મોડી રાત્રે તેઓ રીક્ષા લઈ અને મેઢાક્રિક ડેમ અને આસપાસ ના વિસ્તાર માં પહોંચી જતા હતા અને ત્યાં દોરડા ની જાળ નો ફાસલો ગોઠવી અને સુઈ જતા હતા સવાર સુધી માં અનેક તેતર તથા સસલા તેમાં ફસાઈ જતા હતા