પોરબંદર
પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ‌‌‌ ડૅા.પાર્થરાજસિંહ ગોહિલ એ લોકસભા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ પરિસ્થિત જળવાઇ રહે તે માટે માર્ગદર્શન આપી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી.જે અનુસંધાને પોરબંદર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બળેજ ગામથી અમીપુર જતા રસ્તે ઓઝત સીમમાં રોડ ઉપર પહોંચતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં પોતાના કબજામાં દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મળી આવેલ જેથી મજકુરને વિશ્વાસમાં લઇ કડકાઇ ભરી રીતે યુકિત પ્રયુકિત પુર્વક પુછપરછ કરતાં બીજી એક બંદુક તથા દારૂગોળો ઓઝત નદીના કાઠે આવેલ ડાડાના મંદીર પાસે જારના વૃક્ષોના ઝુંડમાં છુપાવેલ હોવાનું જણાવી જગ્યા બતાવતાં સદરહુ જગ્યાએથી જારના વૃક્ષોના ઝુંડ માંથી પ્લાસ્ટીકના કંતાનમાં વીટાળેલ કાઢી આપતાં કબજે કરવામાં આવેલ છે. ઉપરોક્ત બંને જામગરી બંદુક પોતાના કબ્‍જામાં રાખવા અંગેનું લાયસન્‍સ નહી હોવાની ખાતરી થતાં મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.
આરોપી. બાલા ઉર્ફે બાલુ વિઠ્ઠલભાઇ લાડક હિન્દુ ડફેર ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.કડછ ગામના ટોબરામાં તા.જિ.પોરબંદર ઉપરોક્ત ઇસમને બે જામગરી બંદુક સાથે પકડી પાડી માધવપુર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.ન.૨૧/૨૦૧૯ હથીયાર ધારા કલમ ૨૫(૧-બી.) એ. તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની વધુ તપાસ માટે માધવપુર પોલીસ સ્ટેશનનના પોલીસ સબ ઇન્સપેકટરને સોપી આપવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં પોરબંદર પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતાં.