તસ્વીર -જીતુ કારાવદરા

પોરબંદર

પોરબંદર નજીક ના પારાવાડા ગામે પતિએ આડા સબંધની શંકાને કારણે છ શખ્સોની મદદ લઈ ઘાતક હથીયારો વડે પત્ની પર હુમલો કરી માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી બનાવ ના પગલે સમગ્ર પંથક માં ચકચાર મચી છે

પોરબંદર ના બરડા પંથક માં આવેલ પારાવાડા ગામે રહેતી એક યુવતિએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે ટોડારી સીમમાં માતા દેવીબેન ભીમા સીડા સાથે રહે છે અને તેના પિતાજી ભીમા નાથા આઠેક માસથી આ પરિવારથી અલગ રહે છે. ગઇકાલે સવારે નવેક વાગ્યે પોતે માતા દેવીબેન સાથે કુછડી ગામે ગઈ હતી અને ત્યાંથી બપોરે પોરબંદર ખરીદી કરીને પારાવાડા પરત આવ્યા હતા અને ત્યાંથી સ્કુટર પર માતા દેવીબેનને બેસાડીને વાડીએ જતી હતી ત્યારે સાંજે સાડા છ વાગ્યે રસ્તા પર રહેલા કીચડને કારણે સ્કુટર સ્લીપ થાય નહી તે માટે દેવીબેન એકટીવામાંથી ઉતરીને ચાલીને આવતા હતા અને વાડીના નાકાના રસ્તે પહોંચ્યા ત્યારે આ યુવતિના પિતા ભીમા નાથા અને કાકા વેજા નાથા તથા પોપટ સવદાસ, મહેશ સવદાસ, કેશુ સીદી તથા સવદાસ વણઘો વગેરે છ શખ્સો લોખંડના પાઇપ લઇને ધસી આવ્યા હતા અને પુત્રી ની નજર સામે જ તેની માતા દેવીબેનને આડેધડ માર મારીને હાથ-પગમાં ગંભીર ઇજા પહાેંચાડી હતી આથી આ યુવતિએ બુમાબુમ કરી મુકી હતી આથી હુમલાખોર શખ્સો એ તેના પર પણ હુમલાની કોશીષ કરી હતી આથી તે દોડીને નજીકમાં આવેલા ભીખુભાઇની વાડીએ જતી રહી હતી અને બનાવની જાણ કરતા ભીખુભાઇ એ સરપંચને ફોન કરીને બનાવની જાણ કરતા 108ને બોલાવવામાં આવી હતી.
ઇમરજન્સી સેવા 108 આવતા તેમાં પ્રાથમિક સારવાર આપીને મહીલાને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં બન્ને પગમાં ફેકચર અને માથામાં ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યાં દેવીબેનની તબીયત લથડતા તેને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જે બનાવ માં પુત્રી એ ફરિયાદી બનીને ફરિયાદ માં એવું જણાવ્યું છે કે, તેની માતા દેવીબેન અને પિતા ભીમા નાથાને જમીનનું મનદુઃખ હતું ઉપરાંત પિતાને પડોશ માં રહેતી એક મહિલા સાથે આડા સબંધ હતા તેની જાણ માતાને થઇ જતાં તે અંગે પણ અવાર-નવાર ઝઘડા થતાં હતા તેથી આઠેક મહીનાથી પિતા દાદીમા સાથે રહેવા ગયા હતા અને ખેતીની જમીનમાં વાવણી પણ કરવા દેતા નહી અને ખાલી કરવા જણાવતા હતા આથી માતા જમીન ખાલી કરતી નહી હોવાથી તેના મનદુઃખને કારણે છ શખ્સોએ પૂવાર્યોજીત કાવતરૂ રચી માતા પર જીવલેણ હુમલો કરી હત્યાની કોશિષ કરી હતી અને ત્યારબાદ નાસી છુટયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ત્યારબાદ જામનગર ખાતે મહિલાનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો જેથી નાના એવા પારાવાડા ગામ સહિત બરડા પંથકમાં ભાઈ ચકચાર મચી છે