પોરબંદર
સંતરામ મંદિર નડિયાદ, બરડા વિકાસ સમિતિ, દેગામ મહેર સમાજ અને મિયાણી ગામના સંયુક્ત ઉપક્રમે મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું હતું જે કેમ્પમાં આંખ અને ચામડીના 1350 દર્દીઓને સારવાર અપાઈ હતી અને આંખના 105 દર્દીઓને સંતરામ મંદિર હોસ્પિટલ નડિયાદના ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. અને આ તમામ ઓપરેશન માટે ડો. પુષ્પાબેન દયલાણીએ પોતાની હોસ્પિટલના ઓપરેશન થોયેટરની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત જરૂરિયાત મંદ દર્દીઓને ચશ્માં અને દવાઓ પણ મફત આપવામાં આવી હતી.
આંખના 70 હજાર ઓપરેશન કરનાર ડો. ઘનશ્યામ ચૌહાણ અને ફેંકો પદ્ધતિથી એક દિવસમાં 104 ઓપરેશન કરવાનો રેકોર્ડ ધરાવનાર ડો. મંથન પટેલ, તથા ડો. સુરેશ મિસ્ત્રી, ડો. પ્રેમલ શાહ, ડો. રમેશ સોલંકી, કેયુર શુક્લા અને નચિકેત ઉપાધ્યાય અને સંતરામ મંદિર હોસ્પિટલના સ્ટાફે આ કેમ્પમાં સેવાઓ આપી હતી.
આ કેમ્પમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂનભાઇ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, ડો. સુરેશભાઈ ગાંધી, નાથાભાઇ ઓડેદરા, સાજણભાઈ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડીયા, આલાભાઈ ઓડેદરા, અરજનભાઈ ખીસ્તરિયા, બચુભાઇ સુત્રેજા, આવડાભાઈ ઓડેદરા, જેઠાભાઈ ઓડેદરા વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા લાખણશી ગોરાણીયા, પાર્થ વિસાણા, ભીમભાઈ સુંડાવદરા અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી.