પોરબંદર
પોરબંદર ના ત્રણ માઈલ નજીક અકસ્માત માં પાંડાવદર ગામના બે યુવાનો ના મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે
પોરબંદર ના પાંડાવદરગામે રહેતા હમીરભાઈ માલદેભાઈ ઓડેદરા (ઉવ ૨૪ )તથા કાનાભાઈ ગીગાભાઈ ખુંટી (ઉવ ૨૧)નામના બે યુવાનો આજે મોડી સાંજે પલ્સર બાઈક પર પાંડાવદર થી પોરબંદર તરફ આવી રહ્યા હતા એ દરમ્યાન ત્રણ માઈલ નજીક આવેલ એક હોટલ પાસે અચાનક ઢોર આડા ઉતર્યા હતા. જેથી બાઈક ઢોર સાથે અથડાયું હતું જેથી બન્ને ફંગોળાઈ ગયા હતા અને બન્ને ને ગંભીર ઈજાઓ થતા બન્ને ના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. બન્ને યુવાનો મામા ફઇ ના ભાઈઓ હોવાનું અને ખેતીકામ કરતા હોવાનું જાણવા મળે છે અને હમીર ના લગ્ન ચાર માસ પહેલા જ થયા  હોવાનું તથા કાનાભાઈ ના લગ્ન હજુ સુધી થયા ન હોવાનું જાણવા મળે છે. બનાવ ની જાણ થતા મોટી સંખ્યા માં લોકો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે એકત્ર થયા હતા અને બબ્બે કંધોતર યુવાનો ના અકસ્માતે મોત થતા નાના એવા પાંડાવદર ગામે પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી