ફોદાળા ડેમ ની તસ્વીર

પોરબંદર
પોરબંદર શહેર ઉપરાંત છાયા અને રાણાવાવ ને પીવાના પાણી પૂરું પાડતા બન્ને મુખ્ય ડેમ ખંભાળા અને ફોદાળા માં તાજેતર ના વરસાદ બાદ નવા નીર આવતા લોકો માં ખુશી ની લાગણી જોવા મળે છે
પોરબંદર ,છાયા અને રાણાવાવ શહેર ના લોકો પીવાના પાણી માટે જે ડેમ પર નિર્ભર છે તે બરડા ડુંગર ની ગોદ માં આવેલ બન્ને ડેમ ગત વરસે નજીવા વરસાદ ના કારણે ઘણા સમય થી ખાલીખમ નજરે ચડતા હતા અને પ્રજા ને નર્મદા ના અનિયમિત પાણી વિતરણ પર આધાર રાખવો પડતો હતો ત્યારે તાજેતર માં પોરબંદર પંથક અને રાણાવાવ ઉપરાંત બરડા ડુંગર માં પડેલા વરસાદ ના કારણે આ બન્ને ડેમ માં નવા નીર નું આગમન થયું છે.અને હજી પણ નવા નીર ની આવક ઝરણાઓ અને નદીઓ મારફત અવિરત ચાલુ છે જેથી   લોકો માં ખુશી ની લાગણી જોવા મળે છે હાલ માં ખંભાળા ડેમ માં ૯ ફુટ તથા ફોદાળા ડેમ માં ૧૧.૪ ફૂટ નવા પાણી ની આવક થઇ છે . આ પાણીનો જથ્થો ર થી ૩ મહિના ચાલે તેટલો છે. હજુ પણ સારો વરસાદ થાય અને બન્ને ડેમો સહીત જીલ્લા ના તમામ ડેમો ઓવરફલો થાય તેવી લોકો પ્રભુ પાસે પ્રાર્થના કરી રહ્યા છે.

ફોદાળા ડેમ ની તસ્વીર