પોરબંદર
સામાન્ય રીતે ગણેશજી ની સ્થાપના બાદ પાંચ કે સાત દિવસ પૂજા અર્ચના બાદ તેનું વિસર્જન કરાતું હોય છે પરંતુ પોરબંદર ના એક કોમ્પ્લેક્સ ના વેપારીઓ ગત બે વરસ થી ગણેશજી નું વિસર્જન કરતા નથી ..
પોરબંદર સોબરગૃપ ઓફ પોરબંદર અને સુદામા કોમ્પ્લેક્ષના વેપારી મડળ દ્વારા સતત ત્રીજા વર્ષ ગણેશ ઉત્સવનુ અનોખુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ પ્રકારની મૂર્તિઓ બનાવવાનો ખર્ચ કે લાઈટ, મંડપ જેવા અન્ય ખર્ચ કરવાને બદલે વેપારીઓએ કાયમી ઘર-વેપારના સ્થળે રાખેલી મૂર્તિઓનું જ દિલીપભાઈ ધામેચાની ઓફીસ ખાતે પાંચ દિવસ સ્થાપન કરી પૂજા-અર્ચના કરી હતી અને ફરી પાછી વેપારીઓ તેમના વેપાર-ધંધા સ્થળે પુજામાં રાખી દીધા છે ત્યારે વિસર્જનને બદલે આ પ્રકારનું નવીનતમ આયોજનને સંતો-મહંતો,શહેરના શ્રેષ્ઠીઓએ આ આયોજનને બિરદાવ્યુ છે. આ ગણેશ મહોત્સવની કાયમી પુજાવિધિ પ્રદિપભાઈ જોશી દ્વારા કરાવવામાં આવી હતી.ગણપતિનું સ્થાપન માટીની પી.ઓ.પી.ની મૂર્તિઓ લેવાને બદલે પોતાના ધંધાના કે ઘરે રાખેલ ગણપતિની વિધીવત સ્થાપન કરવાનુ આ નવતર પ્રકારનુ આયોજન કરવામાં આવ્યું છે જેને સારો એવો પ્રતિસાદ મળી રહયો છે. દર વે નવી -નવી પ્રતિમાઓ બનાવવામાં બહોળા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે અને તે ખર્ચ ખરેખર કોઈ જરૂરીયાતમંદને આપીને પણ સાચા અર્થમાં ગણપતિની ઉપાસના થઈ શકે છે. જે ગણપતિને આપણે બારેમાસ પુજતા હોઈએ તે જ ગણપતિની પ્રતિમાને ગણેશચોથના દિવસે આપણે ઓફીસમાં કે ઘરમાં સિમીત રાખી બહારથી ગણપતિનીમૂર્તિઓ લઈ પાંચ થી દસ દિવસ બાદ તે જ પ્રતિમાને પાણીમાં પધરાવતી વખતે ગણપતિની મૂર્તિઓ સામસામી અથડાઈને તૂટી જતી હોય છે અને પધરાવા આવેલ અન્ય ભાવિકોના પગમા પણ ગણપતિ કચડાતા પણ હોય છે ત્યારે બારેબાસ જે ગણપતિનું પુજન કરીએ છીએ તે જ ગણપતિનુ પુજન તેના દિવસો દરમિયાન થાય તે વધુ ઉચિત ગણાય. આ પાંચ દિવસીય સ્થાપન દરમિયાન મહાઆરતી યોજવામાં આવી હતી જેમા સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ભાનુપ્રકાશદાસજી, સાંઈબાબા મંદિરના પુજારી પુનિતભાઈ વ્યાસ, લાયન્સ કલબના પ્રમુખ હીરલબા જાડેજા, ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વપ્રમુખ અનિલભાઈ કારીયા, દિલીપભાઈ ગાજરા, રેકોર્ડ હોલ્ડર જયેશભાઈ હીંગળાજીયા, શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળના સંચાલક પ્રકાશભાઈ રૂપારેલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ મનિષભાઈ તકવાણી, સીએ એશોસીએશન ના પ્રમુખ દિવ્યેશભાઈ સોઢા, લાયોનેસ પ્રમુખ જયોતિબેન મસાણી ખાસ જોડાયા હતા.આયોજનને બિરદાવતા અલગ-અલગ સંપ્રદાયના સંતો અને સમાજ શ્રેષ્ઠીઓ આ આયોજનમા ગણેશ મહોત્સવમાં આવેલા સતો અને અગ્રણીઓએ પોતાના શુભેચ્છા અભિપ્રાયો આપી બિરદાવ્યુ હતુ.