પોરબંદર
પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ ટ્રસ્ટ જે સને 1992 થી કાર્યરત છે જેમાં પોરબંદર ,કુતિયાણા , રાણાવાવ તેમજ છાયા ગ્રામ્ય વિસ્તાર ને કાર્ય ક્ષેત્ર માં આવરી લેવાયેલ છે તેની ગઈ કાલે તા 12.5.19 ના સમસ્ત બ્રહ્મ સમાજ ના અગ્રણીઓની મીટીંગ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પટાંગણ માં બોલાવવામાં આવી જેના પ્રમુખ ડાયાભાઈ જોશી,તેમજ મહા મંત્રી તરીકે ગિરીશ ભાઈ વ્યાસ છે
જેમાં પોરબંદર પાસે વનાણાંખાતે “પરશુરામ ધામ”આશરે 2000 ચો.મી. જમીન મળનાર છે જેની સરકાર માં દરખાસ્ત પ્રોસેસ તા. 18.4.19 થી થયેલ છે તે સર્વે નંબર રે.સ. 24 ની સાંસ્કૃતિક શૈક્ષણિક હેતુ માટે ફંડ એકત્ર કરવા ગોપનાથ ખાતે પ્રમુખ ડાયાભાઈ જોશી તેમજ મહામંત્રી ગિરીશ ભાઈ વ્યાસ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ.
આ પ્રસંગે મધુભાઈ મહેતા, ના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી જેમાં પી એમ જોશી ,રમણીકભાઈ પુરોહિત, વલ્લભભાઈ મોઢા,અશ્વિનભાઇ દવે, પરશુરામસેનાં ના પ્રેમશંકર ભાઈ જોશી,ઔ.ગો.બ્રહ્મ સમાજ પ્રમુખ નટવર ભાઈ જોશી,ઝવેર ભાઈ વ્યાસ, તેમજ પરશુરામ સુપ્રીમ કાઉનસીલ ના પ્રમુખ કમલેશભાઇ થાનકી, શૈલેષ ભાઈ જોશી,અશોકભાઈ મોઢા,દેવુભાઈ પંડ્યા, વિગેરે હાજર રહેલ.
આ પ્રસંગ નું સંચાલન શૈલેષભાઈ જોશી એ કર્યું તથા આભાર વિધિ ડાયાભાઈ જોશી એ કરી હતી. આ પ્રસંગે અનુદાન માટે ની અપીલ કરવામાં આવી જે અન્વયે જમીન ખરીદવા માટે આશરે 45 લાખ ની જરૂર હોય અને સાંસ્કૃતિક શૈક્ષણિક હેતુ માટે ફંડ એકત્ર કરવા અનુદાન સમિતિ ની રચના કરવા નિર્ણય લેવાયો હતો .જેમાં
1. ભૂદાન હેતુ માટે એક ફૂટ ના રૂ. ૩૦૦ દાન નક્કી થયું જેમાં દા.ત. ૧૭ ફૂટ ની દાન સહાય કરાનાર રૂ. ૫૧૦૦/- દાન આપનાર ની તકતી શિલ્પમાં લખવામાં આવશે.
૨. બ્રાહ્મણ સમાજ જ્ઞાતિ મંડળો પાસે સહાય માટે તેમજ બ્રાહ્મણેતર જ્ઞાતિ પાસેથી પણ અનુદાન માટે પ્રયાસો કરવા નક્કી થયું.
૩. આ પ્રસંગે રમણીક ભાઈ પુરોહિત દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ નું ફંડ બેંક માં જમા પડેલ તે રૂ.૫ લાખ ટ્રસ્ટ ને ઉમદા હેતુ માટે આપવાની જાહેરાત કરી જે તાલી થી વધાવી સર્વે એ ખુશી વ્યક્ત કરી હતી .
૪. આ પ્રસંગે નીચે મુજબ દાન ની જાહેરાત શ્રેષ્ઠી/ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી.
૧ ડાયાભાઈ જોશી ૧,૧૧,૧૧૧/-
૨.ગિરીશભાઈ વ્યાસ ૧,૧૧,૧૧૧/-
૩.અશ્વિનભાઇ ઠાકર ૧,૧૧,૧૧૧/-
૪.પ્રેમશંકર ભાઈ જોશી ૧,૨૫,૦૦૦/-
૫ વલ્લભભાઈ મોઢા ૧,૧૧,૧૧૧/-
૬. રમણીકભાઈ પુરોહિત દ્વારા ઉપર જણાવેલ રૂ ૫ લાખ નું ફંડ આપવાની જાહેરાત કરી હતી તેમજ અન્ય દાતાઓએ પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગ પૂર્ણ થતાં અલ્પાહાર બાદ સર્વે ખુશીની લાગણી વ્યક્ત કરી છૂટા પડયા હતા.
ગોહિલવાડી બ્રહ્મસમાજ ના નટવરભાઈ રેવશાંકર જોશી, મનસુખભાઇ મેહતા, ભીખાલાલ કે. વ્યાસ,દેવદાસભાઇ જોશી,નીતિનભાઈ જોશી, કિશોરભાઇ પી. મેહતા,પ્રકાશભાઇ દવે,ભારદ્વાજભાઈ વ્યાસ વિગેરે હાજર રહેલ અને યુવા કાર્યકરો એ શ્રમદાન સેવા પૂરી પાડી હતી
ઉકત પ્રોજેક્ટ ના સભ્યો માં ગોહીલવાડી બ્રહ્મ સમાજ ના સભ્યો યોગેશભાઈ લાભ શંકર જોષી ( વિધાર્થી ભવન ટ્રસ્ટી),રમેશભાઈ પી. જોશી (વિધાર્થી ભવન પ્રમુખ), ભીખુભાઈ જોશી કુતિયાણા, ગિરીશ ભાઈ વ્યાસ વિગેરે જોડાયેલા છે. અને ગિરીશભાઈ વ્યાસ આ પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ ના મહામંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે