પોરબંદર
પોરબંદરની નજીક વિશ્રામ દ્વારકા અને હાલ શિંગડા નામથી પ્રસિદ્ધ આ રળિયામણું ગામ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને અહીં મુકામ કરેલો અને કૃષ્ણ સખા શ્રી સુદામા દ્વારકા જતા જ્યાં વિશ્રામ કરેલો અને શૃંગી ઋષિનો આશ્રમ પણ અહીં હતો.ભારતભરમાં શ્રી ગરૂડજી નું મંદિર પણ અહીજ સ્થાપિત છે. અહીં મઠ દ્વારા સંષ્કૃત પાઠશાળા પણ એક સમયે ખૂબ પ્રસિદ્ધ હતી અને હાલ મઠમાં શ્રી ગોપલાજી નું ભવ્ય મંદિર છે.અહીં શિગેશ્વર મહાદેવનું પણ મંદિરછે જ્યાં છેલ્લા ૧૫૦ વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે અહીં કોઈ નિઃસંતાન દંપતી માનતા માનેછે અને માનતા ફળીભૂત ચોક્કસ થાયછે. પોરબંદરમાં રાજવીએ સ્થાપેલ શ્રી ભાવેશશ્વર મહાદેવનું લિંગ પણ અહીંની વર્તુ નદીમાંથી પ્રાપ્ત થયેલું.
પોરબંદર આસપાસના વિસ્તારો ઉપરાંત અનેક જગ્યાઓમાં જમનાદાસભાઈ રૂપારેલ દ્વારા દાનની સરવાણીથી ઘણી નિશાળ,દવાખાના અને ધાર્મિક ક્ષેત્રોમાં વહેતી રહેછે અને લગભગ સર્વે તેઓની ઉમદા પ્રવૃતિઓથી ખૂબ પરિચિત છે. તેઓના આર્થિક અનુદાન અને પુરૂષોત્તમભાઈ મજિઠીયા માર્ગદર્શનથી અહીંના ૬૦ જેટલા જરૂરિયાત મંદ પરિવારોને જેમાંના ૩૦ જેટલા વિધવા બહેનો એકલા જીવન નિર્વાહ કરતા અને ૧૫ જેટલા પરિવારનો ભાર ચલાવતા વિધવા બહેનો અને ૧૫ જેટલા મંદબુદ્ધિના અને બીમાર લોકોને જન્માષ્ટમી રાશન કીટનું વિતરણ રોટરી ક્લબ ઓફ પોરબંદરના માધ્યમથી વિતરણ કરાયું હતું.
આ વિતરણનું દીપ પ્રાગટય શહેરના હરસુખભાઈ બુઘ્ધદેવ, હર્ષિતભાઈ રૂઘાણી,શિંગડા મંદિરના સ્વામી સર્વેશ્વર આચાર્ય, પ્રોજેકટ ચેર. વિજય મજિઠીયા,પોરબંદરના કરીયાણાં એસો.ના પ્રમુખ જયેશભાઈ પોપટ,નગીનભાઈ ખટાઉ,વિનોદભાઈ અમલાણી દ્વારા કરાયું હતું અને અન્ય આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં નાના કુટુંબના લાભાર્થીને અંદાજે રૂ.૧૩૦૦.૦૦ની અને મોટા કુટુંબ માટે રૂ.૧૯૦૦.૦૦ ની એક રાશન કીટ એવી ૬૦ કીટ વિતરણ કરાઈ હતી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ જીગ્નેશ લાખાણી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલી. અહીં પધારેલા સૌ મહેમાનો અને રોટરીના પરિવારજનો માટે ફળાહાર ભોજનની વ્યવસ્થા પુરૂષોત્તમભાઈ મજિઠીયાના પરિવાર દ્વારા કરવામાં આવેલી. આ કાર્યક્રમને સફળ બનાવવા પરિવારના મહેશભાઈ મજિઠીયા, ઉત્સવ મજિઠીયા,દિવ્ય મજિઠીયા,ભીખુભાઇ મદલાણી, રો.પ્રીતેશ લાખાણી,કલ્પેશ અમલાણી,ડો.પરાગ મજિઠીયા વિગેરે મિત્રોએ જહેમત ઉઠાવી હતી.પોરબંદરના ડો.જીતેન્દ્ર જોશી,ડો પિયુષચિત્રોડા તેમજ ડો.વિજય નકુમ પરિવાર સાથે વિશેષ ઉપસ્થિત રહેલા.