પોરબંદર
ગઈ કાલે પોરબંદર નજીક ના દરિયા માં ગુમ થયેલ પીલાણા અને માછીમારો ની શોધખોળ માં કોસ્ટગાર્ડ ની મદદ લેવામાં આવી છે જેમાં આજે કોસ્ટગાર્ડ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદ માં  એવું જણાવવામાં આવ્યું છે કે ગઈ કાલે ૧૯ પીલાણાઅને ૯૫ ખલાસી દરિયા માં ખરાબ વાતાવરણ તથા વરસાદ હોવાના કારણે ગુમ થયા હોવાનું જાણવા મળતા કોસ્ટગાર્ડ દ્વારા તેમના સર્ચ અને રેસ્ક્યુ માટે ત્રણ ટીમ બનાવવામાં આવી હતી .જો કે દસ પીલાણા અને ૫૯ ખલાસી સલામત પોરબંદર ખાતે પહોંચી ગયા હતા અને ત્રણ પીલાણા ડૂબી ગયા હતા અને ત્રણ ખલાસી ના મૃતદેહ ગઈ કાલે હાથ લાગ્યા હતા અને ત્રણ જેટલા ખલાસીઓ ના આજે મૃતદેહ મળી આવ્યા છે. બાકી રહેલા પીલાણા અને ખલાસીઓ ની આજે વહેલી સવાર થી કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર પાવક જહાજ તેમજ ડોનીયર એરક્રાફ્ટ અને હેલીકોપ્ટર ની મદદ વડે શોધખોળ હાથ ધરી હતી જેમાં આજે એક બોટ અને તેમાં સવાર ચાર જેટલા ખલાસી નવી બંદર નજીક દરિયા માં હોવાનું ધ્યાને આવતા કોસ્ટગાર્ડ નું સમુદ્ર પાવક શીપ તુરંત ત્યાં પહોંચી ગયું હતું અને હરિપ્રસાદ નામના આ પીલાણા અને તેમાં સવાર ચાર જેટલા ખલાસીઓ ને પોરબંદર લાવવા કાર્યવાહી હાથ ધરી છે કુલ ૧૪ પીલાણા અને ૭૯ ખલાસીઓ સુરક્ષિત રીતે પોરબંદર પહોંચી ગયા છે અને છ જેટલા ખલાસીઓ ના મોત થયા છે જયારે હજુ બે પીલાણા અને તેમાં સવાર ૯ ખલાસી તથા અન્ય એક પીલાણા નો એક ખલાસી મળી દસ ખલાસીઓ ની શોધખોળ કોસ્ટગાર્ડ દ્વારા ચાલુ રાખવામાં આવી છે
જુઓ આ વિડીયો